Home /News /national-international /બિહારના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો, દિગ્ગજ નેતાએ નીતિશ કુમારનો સાથ છોડી નવી પાર્ટી બનાવી

બિહારના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો, દિગ્ગજ નેતાએ નીતિશ કુમારનો સાથ છોડી નવી પાર્ટી બનાવી

નીતિશ કુમાર અને ઉપેન્દ્ર કુશવાહા

ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, બે દિવસથી પટના કાર્યકર્તા સાથે ચાલી રહેલી બેઠકમાં મને પોતાના સાથીઓએ જે ફીડબેક આપ્યો તેના આધાર પર હવે નવી પાર્ટી બનાવવાનો સમય આવી ચુક્યો છે.

પટના: હાલના સમયમાં બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં જેડીયૂ સંસદીય બોર્ડના પૂર્વ અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ (Upendra Kushwaha) મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં જોઈએ તો બિહારના સીએમ નીતીશ કુમાર (Nitish Kumar)થી નારાજ ઉપેન્દ્ર કુશવાહાએ સોમવારે જદયૂથી અલગ થઈને પોતાની નવી પાર્ટી બનાવી છે. ઉપેન્દ્ર કુશવાહાએ (Upendra Kushwaha Formed New Party) પોતાની નવી પાર્ટીનું નામ રાષ્ટ્રીય લોક જનતા દળ પાર્ટી (Rashtriya Lok Janta Dal) રાખ્યું છે.

આ પણ વાંચો: જ્યાં સુધી વસ્તી નિયંત્રણનો કાયદો નથી આવ્યો ત્યાં સુધી દરેક હિન્દુ 5-6 બાળકો પેદા કરે: કથાવાચક દેવકીનંદન

ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, બે દિવસથી પટના કાર્યકર્તા સાથે ચાલી રહેલી બેઠકમાં મને પોતાના સાથીઓએ જે ફીડબેક આપ્યો તેના આધાર પર હવે નવી પાર્ટી બનાવવાનો સમય આવી ચુક્યો છે. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, બેઠકમાં સામેલ થવા માટે જેડીયૂના કેટલાય કાર્યકર્તાઓએ હાલમાં રાજકીય પરિસ્થિતીને જોતા મને અલગ પાર્ટી બનાવાનું નિવેદન આપ્યું છે. ત્યારે આવા સમયે કાર્યકર્તાઓની ભાવનાઓનું સન્માન કરતા અમે લોકોએ નવી પાર્ટી બનાવાનો નિર્ણય કર્યો છે.


ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, આજથી અમારી નવી રાજકીય ઈનિંગ્સની શરુઆત થઈ રહી છે. તેમણે કહ્યું કે, 2 વર્ષ પેહલા અમે જેડીયૂમાં આવ્યા તો રાજ્યની સામે એક ખાસ પરિસ્થિતી હતી. આ અગાઉ જનનાયકની વીરાસત સંભાળવાની જવાબદારી લોકોએ લાલૂ યાદવે આપી હતી. શરુઆતી ગાળામાં લાલૂએ જનતાને હિતોને ઉઠાવ્યા પણ બાદમાં ભટકાવ આવી ગયો. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, નીતિશ કુમારે શરુઆતી ગાળામાં સારુ કામ કર્યું, પણ બાદમાં અંત ખરાબ થયો. અંત બુરા તો સબ બુરા.
First published: