Home /News /national-international /

ભાજપને મોટો ઝટકો! મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા ઉપેન્દ્ર કુશવાહા

ભાજપને મોટો ઝટકો! મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા ઉપેન્દ્ર કુશવાહા

દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરતા મહાગઠબંધનના નેતા

તેજસ્વીએ કહ્યું કે, આજે બિહારની પ્રજા હિસાબ લગાવી રહી છે કે, મોદીજીએ શું આપ્યું?

    હાલમાં જ એનડીએ સાથે છેડો ફાડનારા રાલોસપા સુપ્રીમો ઉપેન્દ્ર કુશવાહાએ મહાગઠબંધનનો હાથ પકડી લીધો છે. અટકળો વચ્ચે જ ગુરૂવારે દિલ્હીમાં કુશવાહાની મહાગઠબંધનમાં એન્ટ્રી થઈ છે. તે કોંગ્રેસ, રાજદ, હમ અને લોજદના નેતાઓની સામે આ ગઠબંધનમાં સામેલ થયા છે. તેમના મહાગઠબંધનમાં સામેલ થવાની જાહેરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કરી છે.

    આ અવસર પર બિહારના કોંગ્રેસ પ્રભારી શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, અમે કુશવાહાનું સ્વાગત કરીએ છીએ, અને સીટોની વહેંચણી બેસીને કરીશું. નેતાઓનું આ મિલન વિચારધારાનું મિલન છે. તેજસ્વીએ સરકાર પર નિશાન સાધ્યું. બોલ્યા આ દળનું નહી દિલોનું ગઠબંધન છે. દેશમાં સંવિધાનને બચાવવાની લડાઈ છે. નીતિશ સહિત એનડીએને જબરદસ્ત જવાબ આપીશું. બીજેપી આજે પુરા દેશમાં અલાયંસ ખોલી રહી છે.

    તેજસ્વીએ કહ્યું કે, આજે બિહારની પ્રજા હિસાબ લગાવી રહી છે કે, મોદીજીએ શું આપ્યું? ચૂંટણીમાં બિહારની બોલી લગાવવામાં આવી હતી. જો તેમણે બિહારને કઈં આપ્યું હોત તો, અમે પણ ફોન કરીને પીએમને ધન્યવાદ કહેતા. તેમણે કહ્યું કે, અમે રાહુલને ધન્યવાદ કહીશું કે અમે બધાએ સાચી દીશામાં નિર્ણય લીધો છે.

    આજે અમને ખુશી છે કે, જે વાત લાલૂ જી કહેતા હતા તે પૂરૂ થઈ રહ્યું છે, અને તમામ વિપક્ષી દલ એક થઈ રહ્યા છે. તેજસ્વીએ કહ્યું કે, અમે ઉપેન્દ્ર કુશવાહાનું મહાગઠબંધનમાં સ્વાગત કરીએ છીએ. માંઝીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ લોકોને કરેલો વાયદો પુરો કર્યો છે, અને અગામી દિવસોમાં પણ આવું જ કરીશું.

    રાહુલના નેતૃત્વમાં દેશ આગળ વધશે અને આ કામને આગળ વધારવા માટે ઉપેન્દ્ર કુશવાહા પણ સાથે આવ્યા છે. માંઝી બોલ્યા અમે આશા કરીએ છીએ કે, 2019માં દેશમાં મહાગઠબંધન સરકાર બનીવીશું. આ અવસર પર ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, હું મહાગઠબંધનના નેતાઓને ધન્યવાદ કહું છું, જેમણે મને સન્માન આપ્યું. એનડીએ સાથેથી કેમ અલગ થયો તે હું જણાવી ચુક્યો છું.

    મારી પાસે એનડીએ છોડ્યા બાદ કેટલાએ રસ્તા હતા પરંતુ હું રાહુલ ગાંધી અને લાલૂ પ્રસાદની ઉદારતાથી પ્રભાવિત થયો. હું આજે આ ગઠબંધનનો ભાગ બિહારના લોકોની ભાવનાની કદર કરીને બન્યો છું. તેમણે મંચ પરથી ગટબંધનના તમામ નેતાઓની પ્રશંસા કરી અને કેન્દર તથા બિહાર સરકાર પર જબરદસ્ત નિશાન સાધ્યું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Grand Alliance, Patna, ઉપેન્દ્ર કુશવાહ, દિલ્હી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन