Coronavirus India : 24 કલાકમાં નવા 14,516 કેસ નોંધાયા, એક જ દિવસમાં 375 લોકોનાં મોત

News18 Gujarati
Updated: June 20, 2020, 10:00 AM IST
Coronavirus India : 24 કલાકમાં નવા 14,516 કેસ નોંધાયા, એક જ દિવસમાં 375 લોકોનાં મોત
375 લોકોએ એક જ દિવસમાં દમ તોડ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 2,04,513 કેસ નોંધાયા છે.

375 લોકોએ એક જ દિવસમાં દમ તોડ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 2,04,513 કેસ નોંધાયા છે.

  • Share this:
દિલ્હી : ભારતમાં શનિવારે એક જ દિવસમાં કોરોના વાયરસનાં રેકોર્ડ બ્રેક 14,516 આંકડા સામે આવ્યા છે. આ સાથે અન્ય એક સકારાત્મક સમાચાર એ પણ છે કે, સ્વસ્થ થયેલા લોકોનો આંકડો બે લાખની પાર જતો રહ્યો છે. હવે 2,13,830 લોકો આ સંક્રમણથી બહાર આવી ગયા છે. જ્યારે 1,68,269 એક્ટિવ કેસ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, અત્યાર સુધીમાં 54.1 ટકા દર્દીઓ સંક્રમણમાંથી બહાર આવી ગયા છે. એક દિવસમાં 14,516 નવા મામલા સામે આવતા દેશભરમાં કોરોનાની કુલ સંખ્યા 3,95,048 થઇ ગઇ છે. જ્યારે મૃતકોની સંખ્યા 12,948 થઇ ગઇ છે. જેમાં 375 લોકોએ એક જ દિવસમાં દમ તોડ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 2,04,513 કેસ નોંધાયા છે.

કયા રાજ્યમાં કેટલા દર્દીઓ નોંધાયા

શનિવારે આવેલા કોરોનાનાં મામલામાં મહારાષ્ટ્રમાં 3827 કેસ, દિલ્હીમાં 3137 કેસ અને તમિલનાડુમાં 2115 કેસ નોંધાયા છે. દેશમાં શુક્રવારે 365 લોકોના મોત થયા હતા. જેમાંથી સૌથી વધારે મહારાષ્ટ્રમાં 165 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. તમિલનાડુમાં સતત ત્રીજા દિવસે 2 હજાર દર્દી વધ્યા હતા. અહીંયા શુક્રવારે 2115 નવા સંક્રમિત મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં 809, ગુજરાતમાં 540, હરિયાણામાં 525, રાજસ્થાનમાં 299, મધ્યપ્રદેશમાં 156 કેસ સામે આવ્યા હતા.



આ પણ વાંચો- વાયુસેના પ્રમુખની ચીનને ચેતવણી- અમારા સૈનિકોની શહીદી બેકાર નહીં જવા દઈએ

આ પણ જુઓ- 

દિલ્હીમાં કોરોનાના પાંચ દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે

દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને પાંચ દિવસ ફરજિયાત સરકારી ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે તેવો આદેશ જાહેર કર્યો છે. નવા આદેશ પ્રમાણે હવે જો કોઈ પણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને પાંચ દિવસ માટેના ફરજિયાત સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવશે. મતલબ કે જો કોઈ દર્દીમાં કોરોનાના લક્ષણો નહીં જણાય તો પણ તેણે સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં જ રહેવું પડશે.
First published: June 20, 2020, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading