અલીગઢ હત્યાકાંડઃ હત્યા કરી ફ્રીઝમાં રાખ્યો હતો માસૂમનો મૃતદેહ

News18 Gujarati
Updated: June 9, 2019, 7:30 AM IST
અલીગઢ હત્યાકાંડઃ હત્યા કરી ફ્રીઝમાં રાખ્યો હતો માસૂમનો મૃતદેહ
તપાસ કરી રહેલી એસઆઇટી ટીમને આશંકા છે કે બાળકીની હત્યા બાદ મૃતદેહને ફ્રીજમાં રાખવામાં આવ્યો હતો.

તપાસ કરી રહેલી એસઆઇટી ટીમને આશંકા છે કે બાળકીની હત્યા બાદ મૃતદેહને ફ્રીજમાં રાખવામાં આવ્યો હતો.

  • Share this:
અલીગઢમાં અઢી વર્ષની બાળકીની નિર્દયતા પૂર્વક હત્યા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. બાળકીની નિર્મમ હત્યા મામલે પોલીસ અને વકીલો કડકાઇથી કામ લઇ રહી છે. સમગ્ર મામલે પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. તો એસઆઇટીની તપાસમાં આરોપીઓએ મોટો ખુલાસો કર્યો છે, ધરપકડ કરાયેલા આરોપી મોહમ્મદ જાહિદ અને મોહમ્મદ અસલમે બાળકના પરિવાર પાસેથી બદલો લેવા માટે માસુમની હત્યા કરી હતી.

તપાસ કરી રહેલી એસઆઇટી ટીમને આશંકા છે કે બાળકીની હત્યા બાદ મૃતદેહને ફ્રીજમાં રાખવામાં આવ્યો હતો, બાળકીના મૃતદેહને અસલમના ઘરે ઘાસમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ પોલીસને શંકા છે કે મૃતદેહને ઠંકા વાતાવરણમાં રાખવામાં આવ્યો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ રિસર્ચમાં ખુલાસો, 'ચંદ્રમા પર હોઈ શકે છે એલિયન'

પોલીસે સમગ્ર મામલે અત્યારસુધીમાં ચાર આરોપીની ધરપકડ કરી છે, પોલીસે મુખ્ય આરોપી જાહિદ અને તેની પત્ની સહિત 4 લોકોની ધરપકડ કરી છે. એસએસપી આકાશ કુલહરીએ જણાવ્યું કે જાહિતની પત્ની શાહિસ્તાના દુપડ્ડામાં બાળકીનો મૃતદેહ લપેટવામાં આવ્યો હતો, સાથે જ એસએસપી આકાશ કુલહરીએ કહ્યું કે અમે પીડિત પરિવારને મળ્યા અને તેઓએ આરોપીઓને ફાંસીની સજા આપવાની માગ કરી છે. આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

હત્યા કેસનાં આરોપીઓ


અલીગઢના એસએસપી આકાશ કુલહરીના જણાવ્યા પ્રમાણે ગત 31 મેએ અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. જેમાં તેઓએ જણાવ્યું કે વ્યક્તિગત દુશ્મનીના મામલે આ ઘટના બની છે. આરોપીઓએ પહેલા બાળકીનું ગળુ દબાવી હત્યા કરી ત્યારબાદ આંખ કાઢી લીધી. પોલીસે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, પીએમ રિપોર્ટમાં બાળકી સાથે રેપના કોઇ પૂરાવા મળ્યા નથી. ઘટના સામે આવ્યા બાદ બાળકીના પરિવારજનો અને સંબંધીઓએ રસ્તા પર પ્રદર્શન કર્યું જો કે પોલીસે સમજાવતા મામલો થાળે પડ્યો હતો.
First published: June 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading