Home /News /national-international /યુપીની મહિલા પોલીસકર્મીએ FIR નોંધવા માટે માંગ્યા મફતમાં પીઝા

યુપીની મહિલા પોલીસકર્મીએ FIR નોંધવા માટે માંગ્યા મફતમાં પીઝા

    લખનઉમાં એક રેસ્ટોરાં માલિક પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે તેને ખૂબ જ કડવો અનુભવ થયો હતો. અહીં હાજર મહિલા પીએસઆઇએ તેની પાસેથી પીઝા અને ચીલી ચિકનની માંગણી કરી હતી. રેસ્ટોરાંના માલિકની ફરિયાદ બાદ મહિલા પોલીસકર્મીને બરતરફ કરી દેવામાં આવી છે.

    સસ્પેન્ડ કરવામાં આવેલી પોલીસકર્મી સુમિત્રા દેવી લખનઉના હસનગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

    રસ્ટોરાંના માલિક સાથે સુમિત બેરી નામના વ્યક્તિએ રૂ. 7000ની છેતરપિંડી કરી હતી. આ અંગેની ફરિયાદ કરવા માટે રેસ્ટોરાંનો માલિક પોલીસ મથકે પહોંચ્યો હતો. અહીં હાજર મહિલા પોલીસકર્મીએ આ અંગેની ફરિયાદ નોંધવાના બદલામાં મફતમાં પીઝા અને ચીલી ચિકનની માંગણી કરી હતી.

    રેસ્ટોરાં માલિક જ્યારે ફરિયાદ કરવા પહોંચ્યો ત્યારે તેણીએ એફઆઈઆર નોંધી હતી, પરંતુ જ્યારે તે તેની કોપી લેવા પહોંચ્યો ત્યારે તેણે મફતમાં પીઝા અને બીજી માંગણી કરી હતી.

    રેસ્ટોરાંના માલિકે આ અંગે જણાવ્યું હતું કે, 'અમે જ્યારે કોપી લેવા પહોંચ્યા ત્યારે તેણીએ તેના બદલામાં મફતમાં ફૂડ આપવાનું કહ્યું હતું. અમે તેની ડિમાન્ડ પ્રમાણે ઓર્ડર પણ મોકલી આપ્યો હતો. જોકે, સોશિયલ મીડિયામાં આ વાત વાયરલ થઈ જતા તેણીએ ઓર્ડર પરત મોકલી દીધો હતો અને તેના પૈસા પણ અમને મોકલી આપ્યા હતા.' ઉત્તર પ્રદેશ પોલીસની તપામાં મહિલાકર્મી દોષિત જાહેર થઈ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Suspend, Woman police, ઉત્તર પ્રદેશ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन