10 મિનિટ ઘરે મોડા આવતા મને તલાક આપી દીધા: મહિલાનો આરોપ

પ્રતિકાત્મક તસવીર

તેનો પતિ તેને તેના પિયરમાં જવા દેતો નહી પણ જ્યારે સમયસર પાછા આવી જવાનું વચન આપ્યુ ત્યારે જ તેને જવા દીધી

 • Share this:
  હજુ થોડા અઠવાડિયા પહેલા જ કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાકને ગુનો બનાવતું બીલ લોકસભામાં પાસ કર્યુ છે ત્યારે ઉત્તર પ્રદેશનાં ઇતાહમાં એક મહિલાએ એવો આરોપ કર્યો છે કે, પોતે માત્ર 10 મિનિટ ઘરે મોડા આવતા તેના પતિએ તલાક આપી દીધા છે. તેના પતિએ તેને ફોન પર તલાક આપી દીધા હતા.

  આ મહિલાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, તેનો પતિ તેને તેના પિયરમાં જવા દેતો નહી પણ જ્યારે સમયસર પાછા આવી જવાનું વચન આપ્યુ ત્યારે જ તેને જવા દીધી

  “હું મારા પિયરમાં ગઇ હતી. મારી માતા બિમાર હતા. માતા પતિએ કહ્યું કે, માત્ર અડધા કલાકમાં પાછી આવી જજે. પણ હું માત્ર 10 મિનિટ મોડી પડી અને માતા પતિએ મને ફોન પર તલાક આપી દીધા. તેણે ત્રણ વખત ફોન પર તલાક-તલાક-તલાક બોલીને મને છુટા છેડા આપી દીધા” મહિલાએ આરોપ કરતા કહ્યું.

  આ મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો કે, તેનાં સાસરિયાવાળા તેને ઘણી વખત મારતા પણ હતા. કેમ કે, લગ્ન સમયે દહેજ મળ્યુ ન હોવાથી આવો અત્યાચાર કરતા હતા. હું જ્યારે ઘરે હોઉં ત્યારે મને મારતા હતા. મારે ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો. મારો પરિવાર ખુબ ગરીબ છે. એટલા માટે દહેજમાં મને કશું મળ્યુ નહોતું”.

  આ પીડિત મહિલાએ સરકાર સામે મદદનો ખોળો પાથર્યો છે અને મદદ માંગી છે. હવે સરકારની જવાબદારી છે કે તે મને ન્યાય અપાવે. અથવા હું આત્મહત્યા કરી લઇશ”.
  Published by:Vijaysinh Parmar
  First published: