નિષ્ઠુર માતાએ બે મહિનાના બાળકને મરવા માટે ઉંદરો વચ્ચે છોડી દીધું

News18 Gujarati
Updated: July 14, 2019, 8:55 AM IST
નિષ્ઠુર માતાએ બે મહિનાના બાળકને મરવા માટે ઉંદરો વચ્ચે છોડી દીધું
પ્રતીકાત્મક તસવીર

ગુસ્સામાં માતાએ બાળકને રૂમમાં બંધ કરી દીધું, પડોસીઓને લોહીલુહાણ હાલતમાં મળ્યું

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ઉત્તર પ્રદેશના બરેલીમાં એક એવી માતાની કહાણી સામે આવી છે જેણે ગુસ્સામાં પોતાના બે મહિનાના બાળકને ઉંદરોની વચ્ચે મરવા માટે છોડી દીધું હતું. ઉંદરો જ્યારે બાળકને ખાવા લાગ્યા તો તેણે બૂમો-રડવાનું ચાલુ કરી દીધું. પડોસની મહિલાએ જ્યારે તેની બૂમો સાંભળી તો કોઈક રીતે બાળકને બચાવીને લઈ આવી. બાળક ખરાબ રીતે લોહીલુહાણ થઈ ગયું હતું.

માતાની સાથે જવાનો કર્યો ઇનકાર

આ ઘટના આજથી 10 વર્ષ પહેલાની છે. અસલી કહાણી અહીંથી શરૂ થાય છે. પડોસની મહિલાએ બાળકને ઉછેરીને મોટો કર્યો અને હવે તે ત્રીજા ધોરણમાં ભણે છે. નિર્દયી માતાને 10 વર્ષ બાદ બાળકની યાદ આવી અને તે તેને લેવા માટે પહોંચી ગઈ, પરંતુ બાળકે અસલી માતા સાથે જવાનો ઇનકાર કરી દીધો.

ગુસ્સામાં માતાએ ઉઠાવ્યું હતું આ પગલું

આ સમગ્ર ઘટના નવાબગંજના રિછૌલીની છે. જ્યાં નસીમાના લગ્ન 15 વર્ષ પહેલા વિકાર મહેંદીની સાથે થયા હતા. 2009માં પતિ-પત્નીમાં કોઈ વાતને લઈને લડાઈ ગઈ ગઈ. ગુસ્સામાં આવેલી નસીમા બે મહિનાના બાળકને રૂમમાં બંધ કરી પોતાના પિયર જતી રહી. જે રૂમમાં બાળકને બંધ કર્યુ હતું તેમાં ઘણા બધા ઉંદર હતા.

બાળકની બૂમો સાંભળી પડોસીઓ ચોંકી ગયા
Loading...

ઉંદરોએ જ્યારે બાળકને કરડવાનું શરૂ કર્યુ તો બાળકની બૂમો-રડવાનો અવાજ પડોસીઓના કાને પડ્યો. બાળકની બૂમો સાંભળી આસપાસના લોકોનું હૃદય દ્રવી ઉઠ્યું. રાતમાં જ દરવાજો તોડીને તેને બહાર કાઢ્યું તો બાળક લોહીલુહાણ હાલતમાં હતું. આ જોઈને પાસે રહેનારી રફીકન અને અતીક તેને પોતાના ઘેર લઈ ગયા અને તેની દેખભાળ કરવા લાગ્યા.

અસલી માતાની સાથે નથી જવા માંગતો બાળક

બાળકના અસલી પિતાએ પણ મહિલાને બાળકને ઉછેરવા માટે આપી દીધું. ત્યારબાદ અતીકે બાળકોને પોતાનું નામ આપ્યું અને તેનો ઉછેર શરૂ કરી દીધો. હવે માસૂમ તૌહિદ અહમદ દસ વર્ષનો થઈ ગયો છે. તે ગામની પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા નસીમાએ પોલીસને ફરિયાદ કરી અને જણાવ્યું કે તેના પતિએ બાળકને અતીકને વેચી દીધું છે. શનિવારે પોલીસે મામલાની તપાસ કરી તો હકિકત સામે આવી. બાળકે નસીમાને માતા માનવાથી ઇનકાર કરી દીધો. તેનું કહેવું છે કે રફીકનની સાથે જ રહેશે, તે જ તેની માતા છે.
First published: July 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...