બીજેપી નેતાની ધમકી બાદ ગુમ થયેલી વિદ્યાર્થિની છ દિવસે મળી આવી

યુવતીના પિતાએ બીજેપી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પર તેની દીકરીના અપહરણ અને જાતિય શોષણનો આક્ષેપ લગાવ્યો છે.

News18 Gujarati
Updated: August 30, 2019, 12:35 PM IST
બીજેપી નેતાની ધમકી બાદ ગુમ થયેલી વિદ્યાર્થિની છ દિવસે મળી આવી
યુવતી છ દિવસે મળી આવી છે.
News18 Gujarati
Updated: August 30, 2019, 12:35 PM IST
લખનઉ : બીજેપી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પર આક્ષેપ લગાવ્યા બાદ ગુમ થઈ ગયેલી વિદ્યાર્થિની છ દિવસ બાદ રાજસ્થાનમાંથી મળી આવી છે. પોલીસના કહેવા પ્રમાણે યુવતી ઉત્તર પ્રદેશના શાહજહાનંપુરમાંથી ગુમ થઈ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટ કેસ લેવાની જ હતી તે સુમયે યુવતી મળી આવી છે.

યુવતીના પિતાએ બીજેપી નેતા પર તેની દીકરીના અપહરણ અને તેનું જાતિય શોષણ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે યુવતીના વકીલ તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી આ "ઉન્નાવ" જેવો કેસ બની શકે છે. જે બાદમાં સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરવા તૈયારી થઈ હતી. આ મામલે ગુરુવારે શાહજહાંનપુર પોલીસે બીજેપીના નેતા ચિન્મયાનંદ સામે ફરિયાદ દાખલ કરી હતી. ચિન્મયાનંદ સામે અપહરણ અને ધાકધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

નોંધનીય છે કે શાહજહાંનપુર ખાતે 72 વર્ષીય બીજેપી નેતા ચિન્મયાનંદનો વિશાળ આશ્રમ આવેલો છે. એટલું જ નહીં તેઓ શહેરમાં પાંચ કોલેજ પણ ચલાવે છે. હરિદ્વાર અને ઋષિકેશમાં પણ તેમના આશ્રમો આવેલા છે. તેમના આશ્રમ બહાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત બીજેપી નેતાઓ સાથેના તેમના પોસ્ટરો લાગેલા છે. ગત વર્ષે યોગી આદિત્યનાથ સરકારે સ્વામી ચિન્મયાનંદ સામે બળાત્કાર અને અપહરણની ફરિયાદ રદ કરી હતી. વર્ષ 2011માં સ્વામીના આશ્રમમાં લાંબા સમય સુધી રહેલી એક યુવતીએ તેમની વિરુદ્ધ ફરિયાદ આપી હતી.શું છે કેસ?

ઉત્તર પ્રદેશના શાહજહાંનપુર ખાતે એસએસ લૉ કૉલેજની એક વિદ્યાર્થિની છ દિવસ પહેલા હૉસ્ટેલમાંથી ગુમ થઈ ગઈ છે. ગુમ થતા પહેલા વિદ્યાર્થિનીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ પરેશાન કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. એટલું જ નહીં લૉ સ્ટુડન્ટે આક્ષેપ કર્યો છે કે પૂર્વ મંત્રીએ અનેક છોકરીઓની જિંદગી નરક બનાવી દીધી છે.
Loading...

ગત અઠવાડિયે લૉ સ્ટુડન્ટ તરફથી સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેણીએ આક્ષેપ લગાવ્યો હતો કે તેની કોલેજના ડિરેક્ટર ચિન્મયાનંદ તરફથી તેને અને તેના પરિવારને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. વિદ્યાર્થિનીના કહેવા પ્રમાણે તેની પાસે એવા પુરાવા છે જેનાથી સ્વામી ચિન્મયાનંદ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. યુવતીએ વીડિયો જાહેર કરીને પીએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે મદદ માંગી હતી.
First published: August 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...