ન્યૂઝ18 ગુજરાતી : ચારથી પાંચ લોકો એક વિદ્યાર્થીને માર મારી રહ્યાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હુમલો કરનાર ટોળામાંથી એક વ્યક્તિ માર ખાનાર વિદ્યાર્થીને "આતંકી" પણ કરી રહ્યો છે. માર ખાનાર વ્યક્તિનો ગુનો ફક્ત એટલો જ હતો કે તેણે એક ન્યૂઝ પ્રોગ્રામ દરમિયાન દેશમાં રોજગારીની પૂરતી તકો ન હોવા અંગે વાત કરી હતી. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ખાતે બુધવારે આ બનાવ બન્યો હતો. યુવકને માર મારનાર વ્યક્તિઓ કથિત બીજેપી કાર્યકરો હતા.
પીડિત યુવકે ન્યૂઝ શોમાં ભાગ લીધો હતો. યુવકે અમુક લોકોની આગેવાની લીધી હતી. જોકે, શૂટિંગ દરમિયાન વ્યક્તિએ જ્યારે સરકારની ટીકા કરી ત્યારે શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું. એક જૂથ તેને અટકાવ્યો હતો અને તેના બેફામ ફટકાર્યો હતો. યુવકોના જૂથને એ વાત ખબર હતી કે તેનું કૃત્ય કેમેરામાં રેકોર્ડ થઈ રહ્યું છે છતાં તેમણે સરકારની ટીકા કરનાર વ્યક્તિને ઢોર માર માર્યો હતો.
હુમલા બાદ સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા પીડિત યુવકે જણાવ્યુ કે, "મેં ફક્ત એટલું કહ્યું હતું કે નોકરીઓ નથી. આ માટે તેઓ મને કહેવા લાગ્યા કે હું આતંકી છું, હું બીજેપી અને ભારતનો વિરોધી છું."
આ બનાવ અંગે હૈદારબાદના રાજકારણી અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, આ વાત ચૂંટણી પહેલા બીજેપીની નિરાશા બતાવે છે. બીજેપીના કાર્યકરોને ખબર છે કે તેઓ મોદીના વિકાસના પોકળ દાવાનો જવાબ આપી શકે તેમ નથી. આથી તેઓ કોઈ સાથે મારપીટ કરીને તેને આતંકવાદી કહી રહ્યા છે.
નોંધનીય છે કે આગામી લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં વિપક્ષે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે. વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે કે નરેન્દ્ર મોદીની સરકાર દેશના યુવકોને રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે. દેશમાં ફેબ્રુઆરી મહિનામાં બેરોજગારીનો દર 7.2 ટકા રહ્યો હતો. સપ્ટેમ્બર, 2016 પછી આ આંકડો સૌથી વધારે હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ દર 5.9 ટકા રહ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર