અલીગઢ : ઉત્તર પ્રદેશ સરકારના નગર વિકાસ રાજ્યમંત્રી મહેશ ગુપ્તા (Mahesh Gupta)ગુરુવારે એટાના અલીગંજ પહોંચ્યો હતો. જ્યાં તેમનું ભાજપાના (BJP)કાર્યકર્તાઓએ ફૂલ માળા પહેરાવીને જોરદાર સ્વાગત કર્યું હતું. તેમણે મીડિયા સાથે વાત કરતા ભીષ્મ પ્રતિજ્ઞા લેવાનો મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે દેશમાં જ્યાં સુધી કોરોના (COVID-19)નામની વૈશ્વિક મહામારીનો જળમૂડથી નાશ નહીં થાય ત્યાં સુધી તે અન્ન ગ્રહણ કરશે નહીં. છેલ્લા પાંચ વર્ષથી અન્ન ગ્રહણ નહીં કરવાનો દાવો કરતા તેમણે કહ્યું કે ભારતમાંથી આતંકવાદનો સમૂલ નાશ માટે તેમણે પહેલા પણ તપસ્યા કરી છે અને વચન લીધું છે કે જ્યાં સુધી આતંકવાદ નષ્ટ નહીં થાય તે અન્નગ્રહણ કરશે નહીં. તેનું જ ફળ છે કે આજે આતંકવાદ પોતાની અંતિમ શ્વાસ લઇ રહ્યો છે. તેની કમર તોડી નાખે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રનાયક જ નહીં પણ વિશ્વ નાયક બતાવતા તેમણે કહ્યું કે વિદેશી ધરતી પર પણ પીએમ મોદીનો જાદૂ ચાલી રહ્યો છે. બ્રાઝિલમાં કોરોના કાળમાં દવા આપીને તેમણે સંજીવની આપી છે. અમેરિકામાં પણ પીએમ મોદીની નીતિઓના કાયલ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરાનાની બીજી લહેર દરમિયાન સતત પ્રદેશનો પ્રવાસ કર્યો છે. તેમણે પોતાના જીવની ચિંતા ન કરીને પ્રદેશની જનતાના પ્રાણોની રક્ષા માટે પોતાનું બધું દાવ પર લગાડી દીધું હતું. આજે તેમની જ તપસ્યાનું ફળ છે કે પ્રદેશ વિકરાળ થયેલી બીજી લહેરમાં બચી શક્યું હતું.
મહેશ ગુપ્તાએ કહ્યું કે કોવિડની ત્રીજી સંભવિત લહેર માટે પ્રદેશ પૂરી રીતે તૈયાર છે. બાળકો માટે અલગ વોર્ડ તૈયાર કરી લેવામાં આવ્યો છે. બધી જરૂરી મશીનરી ત્યાં પહોંચાડી દીધી છે.
" isDesktop="true" id="1116925" >
અલીગંજ પાલિકા પરિષદમાં મલ્ટી પ્લેક્સ અને બારાતઘરની માંગણી પર મહેશ ગુપ્તાએ કહ્યું કે અહીંના પાલિકા અધ્યક્ષ મારા નાના ભાઈ જેવા છે. જે પણ વિકાસની યોજના મારી પાસે આવશે તે જરૂર પૂરી થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર