માતાએ ઠપકો આપતાં બે બહેનોએ ઘર છોડ્યું, ઝાડ પર લટકતી મળી લાશ

News18 Gujarati
Updated: January 6, 2019, 6:08 PM IST
માતાએ ઠપકો આપતાં બે બહેનોએ ઘર છોડ્યું, ઝાડ પર લટકતી મળી લાશ
બે બહેનો કવિતા અને સીમાની લાશ રવિવારે સવારે ગામની નજીકમાં જ એક ઝાડ પર લટકતી મળી હતી

બે બહેનો કવિતા અને સીમાની લાશ રવિવારે સવારે ગામની નજીકમાં જ એક ઝાડ પર લટકતી મળી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રવિવારે ઉત્તર પ્રદેશના સંભલ જલ્લાના ગુન્નોરમાં એક ઝાડ પર બે બહેનોની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તબક્કે પોલીસ આ ઘટનાને આત્મહત્યા માની રહી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુન્નોરના ધુમનાદીપુર ગામમાં રહેતી બે બહેનો કવિતા અને સીમાની લાશ રવિવારે સવારે ગામની નજીકમાં જ એક ઝાડ પર લટકતી મળી હતી. બન્ને બહેનોની ઉંમર 18 અને 19 વર્ષ હતી. શરૂઆતમાં એવું લાગ્યું હતું કે બન્ને યુવતીઓએ આત્મહત્યા કરી છે.

માતાએ ઠપકો આપતાં બન્ને બહેનો નાસી ગઇ હતી

પરિવારજનોએ જણાવ્યું કે, શનિવારે તેઓ બહાર ગયા હતા. સાંજે પરત ફર્યા બાદ બન્ને બહેનોને તેની માતાએ કોઇ મુદ્દે ઠપકો આપ્યો હતો. જે બાદ રાત્રે જ બન્ને બહેનો ગુમ થઇ ગઇ હતી.

આ મામલે યુવતીઓના પિતાએ કહ્યું કે, સવારે 4:30 વાગ્યે તેમની પત્નીએ તેમને જણાવ્યું કે બન્ને દીકરીઓ ઘરમાં નથી. જે બાદ લગભગ 5:00 વાગ્યે ઘરથી 50 મીટર દૂર ઝાડ પર બન્ને બહેનોની લાશ લટકતી મળી હતી. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published: January 6, 2019, 4:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading