Home /News /national-international /UPમાં 15 જુલાઈથી પ્લાસ્ટિકની પાતળી થેલી પર પ્રતિબંધ, નિયમ તોડનારને રૂ.50 હજારનો દંડ

UPમાં 15 જુલાઈથી પ્લાસ્ટિકની પાતળી થેલી પર પ્રતિબંધ, નિયમ તોડનારને રૂ.50 હજારનો દંડ

પ્રતિકાત્મક તસવીર

    ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે પ્લાસ્ટિક પોલિથિન થેલી વિશે મોટું પગલું ભર્યું છે. સરકારે રાજ્યમાં 15 જુલાઈથી પ્લાસ્ટિક પ્રતિબંધનો આદેશ આપી દીધો છે. યુપી કેબિનેટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પોલિસીને પહેલાં જ મંજૂરી આપી દીધી છે. યુપી પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવાવાળું દેશનું 19મું રાજ્ય બની ગયું છે.

    યોગી સરકારે 50 માઇક્રોનથી પાતળી પોલિથિન થેલીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાછલા છેલ્લા દિવસોમાં CMની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી, જેમાં પોલિથિનની થેલી પર પ્રતિબંધ લગાવવાની સાથે એના ઉલ્લંઘન પર રૂ.50 હજારનો દંડ કરવાની વાત નક્કી થઈ હતી.

    મુખ્યપ્રધાનના કાર્યાલયે ટ્વીટે કરી લખ્યું છે કે 15 જુલાઈથી પ્લાસ્ટિકના કપ, ગ્લાસ અને પોલિથિનનો ઉપયોગ કોઈ પણ સ્તરે ન થવો જોઈએ, એમાં તમારા બધાનો સહકાર જરૂરી છે.





    અહીં તમને જણાવી દઈએ કે શહીદ પથ સ્થિત સ્થાનિક સંચાલક નિયામકના નવા ભવનના ઉદ્ધઘાટન સમારોહમાં સોમવારે CM યોગી આદિત્યનાથે પોલિથિન પર પ્રતિબંધ બધી જગ્યાએ હોવો જોઈએ. હાલમાં એની શરૂઆત શહેરી સંસ્થાઓથી થશે.

    અખિલેશ સરકાર વખતે પોલિથિનની કેરી-બેગ્સ પર લાગ્યો હતો પ્રતિબંધ

    ડિસેમ્બર 2015માં અખિલેશ સરકારે રાજ્યમાં પોલિથિનની કેરી-બેગ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ માટે સરકારે એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટને પણ મંજૂરી આપી દીધી હતી. આ એક્ટમાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે જો કોઈ પ્રતિબંધિત પોલિથિનનો ઉપયોગ કરતાં પકડાઈ જાય તો તેને છ મહિનાની સજા અને રૂ.પાંચ લાખ સુધીનો દંડ કરવામાં આવતો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: CM Yogi Adityanath, યૂપી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन