વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપૂર પહોંચ્યા હતા. PM મોદીએ ત્યાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યુ. આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે (Purvanchal Expressway)પર ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં એરફોર્સની તાકાત બતાવશે. કાર્યક્રમમાં સીએમ યોગીઆદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા છે.
લખનૌથી ગાઝીપુરને જોડતા 341 કિલોમીટર લાંબા આ પૂર્વાંચલ એક્સપ્રેસ વેને બનાવવામાં કુલ 36 મહિના લાગ્યા જ્યારે તેમાં કુલ ખર્ચો 22,500 કરોડ રૂપિયા થયો છે. તેના ઉદ્ધાટન બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગની રાજધાની લખનૌ સાથે કનેક્ટિવિટી સારી બનશે. આ સાથે જ પૂર્વ યુપીના જિલ્લાઓનું દિલ્હી અને નોઈડા વચ્ચેનું અંતર પણ ઓછું થશે.
#WATCH | Prime Minister Narendra Modi reaches Karwal Kheri on C-130 J Super Hercules aircraft to inaugurate the 341 Km long Purvanchal Expressway, shortly
સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 3 વર્ષ પહેલા જ્યારે મેં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, હું અહીં એક દિવસ પ્લેનથી ઉતરીશ.
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, જે ધરતી પર હનુમાનજીએ કાલનેમિને માર્યો હતો, તે ધરતીના લોકોના હું ચરણ સ્પર્શ કરું છું. અહીંની માટીમાં આઝાદીની લડાઈની સુગંધ આવે છે. આ પવિત્ર ભૂમિને આજે પૂર્વાંચલ એક્સપ્રેસની ભેટ મળી છે, જેની આપ ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, આ યુપીના વિકાસનો એક્સપ્રેસ વે છે. 1857 કે લડાઈનમાં હિયા કે લોગ અંગ્રેજન કો છઠ્ઠી કા દૂધ યાદ દિવાય દિયે હૈ, કોયરીપુર કે યુદ્ધ ભલા કે ભુલાય સકત હૈ. આજ યહ પાવન ધરતી કે પૂર્વાંચલ એક્સપ્રેસ કી સૌગાત મિલત બા. જિહકે આપ સભૈ બહુત દિનન સે અગોરત રહી. તમને બધાને ખુબ ખુબ શુભેચ્છા.
તેમણે કહ્યું કે, સમગ્ર દુનિયામાં જેને પણ યુપીના સામર્થ્ય પર, યુપીના લોકોના સામર્થ્ય પર જરા પણ શંકા હોય તો તેઓ આજે અહીં આવીને આ એક્સપ્રેસ વે જોઇને યુપીનું સામર્થ્ય જોઈ શકે છે. આ એક્સપ્રેસ વે યુપીમાં આધુનિક થઈ રહેલી સુવિધાઓનું પ્રતિબિંબ છે. યુપીની દ્રઢ ઈચ્છા શક્તિનો એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે યુપીમાં સંકલ્પોની સિદ્ધિનું જીવતું જાગતું પ્રમાણ છે. તે યુપીની શાન છે, યુપીનો કમાલ છે.
800થી વધુ કિમીનું અંતર 8.30 કલાકમાં કપાશે
પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ધાટન બાદ નોઈડાથી ગાઝીપુર ફક્ત 8.30 કલાકમાં પહોંચી શકાશે. નોઈડાથી આગ્રાને જોડનારો યમુના એક્સપ્રેસ વે 165 કિમીનો છે જે 2 કલાકમાં અંતર કાપી શકાય છે. ત્યારબાદ આગ્રા-લખનૌ એક્સપ્રેસ વેની લંબાઈ 302 કિમી છે, આ અંતર કાપતા 3 કલાકનો સમય લાગશે. લખનૌથી ગાઝીપુરને જોડતો પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું અંતર 341 કિમી છે જે તમે સાડા ત્રણ કલાકમાં અંતર કાપી શકશો. આ ત્રણેય એક્સપ્રેસ વે દ્વારા તમે 800થી વધુ કિમીનું અંતર ફક્ત 8.30 કલાકમાં કાપી શકાશે.
આ વે 9 શહેરોમાંથી પસાર થશે
પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના 9 શહેરોમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વે રાજ્યના લખનૌ, બારાબંકી, અયોધ્યા, આંબેડકરનગર, અમેઠી, સુલતાનપુર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર જિલ્લાઓની સરહદોમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વેના કારણે વારાણસી, ગોરખપુર, પ્રયાગરાજ જેવા જિલ્લાઓને પણ ફાયદો થશે.
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર જ્યારે તમે 80 કિમી સુધી જશો તો અયોધ્યા માટે પણ એક કટ અપાયો છે. અહીંથી અયોધ્યા માત્ર 50 કિમીના અંતરે છે. તમે ફક્ત એક કલાકમાં અયોધ્યા પહોંચી શકશો. પૂર્વાંચલ એક્સપ્રેસ વેથી ગોરખપુરને જોડવા માટે એક લિંક એક્સપ્રેસ વે પણ બનાવવામાં આવી રહ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર