લૉકડાઉનની વચ્ચે લાચાર મહિલાના મોત પર ‘દીકરો’ બની પોલીસ, અર્થીને આપી કાંધ

લૉકડાઉનની વચ્ચે લાચાર મહિલાના મોત પર ‘દીકરો’ બની પોલીસ, અર્થીને આપી કાંધ
પોલીસે બીમાર મહિલાને હૉસ્પિટલ પહોંચાડી પણ પ્રયાસ નિષ્ફળ રહ્યા, અંતિમ સંસ્કાર કરી માનવતા નિભાવી

પોલીસે બીમાર મહિલાને હૉસ્પિટલ પહોંચાડી પણ પ્રયાસ નિષ્ફળ રહ્યા, અંતિમ સંસ્કાર કરી માનવતા નિભાવી

 • Share this:
  સહારનપુરઃ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં લૉકડાઉન (Lockdown)નું સખ્તાઈથી પાલન કરાવતી ઉત્તર પ્રદેશ પોલીસ (UP Police)નો માનવીય ચહેરો પણ સામે આવ્યો છે. અહીં બડગાંવ પોલીસે પોતાની ફરજ નિભાવતાં લાચાર બીમાર મહિલાના જીવનને બચાવવા માટે તમામ અથાક પ્રયાસ કર્યા પરંતુ મહિલા બીમારી અને પોતાના એકાકી જીવન સામે લડી ન શકી અને મોતની સામે હારી ગઈ.

  એસએસઆઈ દીપક ચૌધરીએ સારવાર માટે મોકલ્યા હતા  મૂળે, બગગાંવ પોલીસ સ્ટેશનમાં તૈનાત એસએસઆઈ દીપક ચૌધરીએ બીમાર અને લાચાર એક મહિલા મીનાને પોતાના હાથે ભોજન ખવડાવીને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. અન્ય કોઈ સગું-વહાલું ન હોવાના કારણે પોલીસ તેમને હૉસ્પિટલ પોતાના વાહનમાં લઈ ગઈ હતી. સારવાર દરમિયાન જિલ્લા હૉસ્પિટલમાં 55 વર્ષીય મીનાનું મૃત્યુ થયું હતું. મીનાના મૃત્યુના સમાચાર મળ્યા બાદ એસએસઆઈ દીપક ચૌધરીએ પોતાના પોલીસકર્મી સાથીઓ સાથે કિશનપુર ગામ પહોંચીને દુઃખ વ્યક્ત કર્યું હતું.


  આ પણ વાંચો, ‘મેક્સિકન લાડી ને દેશી વર’, Lockdownમાં રાત્રે 8 વાગ્યે સ્પેશલ કોર્ટ ખોલાવી કરાવ્યા લગ્ન

  મોતની જાણ થતાં પોલીસ ગામ પહોંચી અને મહિલાના અંતિમ સંસ્કાર કર્યા

  ત્યારબાદ એસએસઆઈ દીપક ચૌધરી અને તેમના સહયોગી કોન્સ્ટેબલ ગૌરવ કુમાર, વિનોદ કુમારે મહિલા મીનાની અંતિમ યાત્રામાં સોમલ થઈને તેમની અર્થીને કાંધ આપી. પોલીસે લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવતાં મહિલાના અંતિમ સંસ્કાર કરાવ્યા.

  (ઇનપુટઃ દેવેશ ત્યાગી)  

  આ પણ વાંચો, ગર્લફ્રેન્ડને મળવા તોડ્યું લૉકડાઉન, પકડાયો તો કહ્યું- ‘તેની બહુ યાદ આવતી હતી’
  Published by:News18 Gujarati
  First published:April 16, 2020, 10:59 am

  ટૉપ ન્યૂઝ