કમલેશ તિવારી હત્યાકાંડ : બે આરોપીના સગડ પાકિસ્તાન બોર્ડર નજીક મળ્યાં, પાંચ લાખનું ઇમાન જાહેર

News18 Gujarati
Updated: October 21, 2019, 1:52 PM IST
કમલેશ તિવારી હત્યાકાંડ : બે આરોપીના સગડ પાકિસ્તાન બોર્ડર નજીક મળ્યાં, પાંચ લાખનું ઇમાન જાહેર
કમલેશ તિવારી હત્યા કેસના શકમંદો.

કમલેશ તિવારી હત્યાકાંડમાં સામેલ ત્રણ આોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય આરોપીની કસ્ટડી ઉત્તર પ્રદેશ પોલીસે લઈ લીધી છે. આ ઉપરાંત હત્યાકાંડમાં સામેલ બે આરોપીને ઉત્તર પ્રદેશ પોલીસે ઝડપી પાડ્યા છે.

  • Share this:
લખનઉ : કમલેશ તિવારી હત્યાકાંડ (Kamlesh Tiwari Murder)ના બે આરોપી પર ઉત્તર પ્રદેશ પોલીસે (UP Police) અઢી-અઢી લાખનું ઇનામ જાહેર કર્યું છે. યૂપી પોલીસના ડીજીપી ઓપી સિંહ (UP DGP OP Singh)ના જણાવ્યા પ્રમાણે હત્યાકાંડના બે આરોપી અશફાક અને મોઈનુદ્દીન પઠાનને પકડનારને આ રકમ આપવામાં આવશે. ગત શુક્રવારે લખનઉમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસમાં બે આરોપી ફરાર છે.

કમલેશ તિવારી હત્યાકાંડમાં સામેલ ત્રણ આોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય આરોપીની કસ્ટડી ઉત્તર પ્રદેશ પોલીસે લઈ લીધી છે. આ ઉપરાંત હત્યાકાંડમાં સામેલ બે આરોપીને ઉત્તર પ્રદેશ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ હવે આ તમામ લોકોની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. આ હત્યાકાંડમાં સામેલ અન્ય બે સંદિગ્ધોને ઉત્તર પ્રદેશના શાહજહાનપુરમાં જોવામાં આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ એસટીએફ શાહજહાનપુરમાં ડેરો તાણીની બેઠી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમલેશ તિવારી હત્યાકાંડના શકમંદો લખીમપુર જિલ્લાના પલિયાથી ઇનોવા બુક કરાવીને શાહજહાનપુર પહોંચ્યા હતા.

આ પણ વાંચો : રોહિત સોલંકી બનીને ફેસબુક પર કમલેશ તિવારી સાથે ચેટ કરતો હતો અશફાક

પાકિસ્તાન બોર્ડર પાસે અંતિમ લોકેશન મળ્યું

હકીકતમાં, હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડમાં સામેલ બે મુખ્ય આરોપી શેખ અશફાક હુસૈન અને પઠાન મોઇનુદ્દીન અહમદ ઉર્ફે ફરીદ હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસને આશંકા છે કે બંને સીમા પાર કરીને પાકિસ્તાન પહોંચવાની ફિરાકમાં છે. બંનેનું અંતિમ લોકેશન હરિયાણાના અંબાલા પાસે મળ્યું છે. જે વાઘા બોર્ડરથી 285 કિલોમીટર દૂર છે. ગત શુક્રવારે હત્યાકાંડના અંજામ આપ્યા બાદ બંને હરદોઈ, બરેલી, મુરાદાબાદ, ગાઝિયાબાદના રસ્તેથી ચંદીગઢ તરફ ગયા હતા. બંને આરોપીઓ સાત-આઠ કલાકે પોતાનો મોબાઇલ ફોન સ્વિચઓન કરી રહ્યા છે.

આ પણ વાંચો : કમલેશ તિવારી હત્યા કેસ : ગૂગલની મદદથી ઘરે પહોંચ્યા હતા હત્યારા18 ઓક્ટોબરના રોજ થઈ હતી કમલેશ તિવારીની હત્યા

18મી ઓક્ટોબરના રોજ હિન્દુ સમાજ પાર્ટી (Hindu Samaj Party)ના અધ્યક્ષ કમલેશ તિવારીની લખનઉમાં તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાકાંડમાં ગુજરાતના સુરતમાંથી ત્રણ અને ઉત્તર પ્રદેશમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ યૂપીના બિજનૌરના બે મૌલાવીની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. વર્ષ 2015માં આ બંને મૌલવીઓએ કમલેશ તિવારીનું સર કલમ કરનારને દોઢ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ હત્યાકાંડનો મુખ્ય આરોપી શેખ અશફાક હુસૈન (Accused Sheikh Asfaq Hussain) અને પઠાન મોઇનુદ્દીન અહમદ (Pathan Moinuddin Ahamd) ઉર્ફે ફરીદ હાલ ફરાર છે.
First published: October 21, 2019
વધુ વાંચો
अगली ख़बर