‘સર કૃપા કરીને મને રજા આપો નહીં તો મારી પત્ની મને છોડી દેશે’

‘સર કૃપા કરીને મને રજા આપો નહીં તો મારી પત્ની મને છોડી દેશે’.. આ આજીજી છે લખનઉ પોલીસના એક કોસ્ટેબલની. તે પોતાના ઉપરી અધિકારીને રજા માટે અપીલ કરી રહ્યો છે.

‘સર કૃપા કરીને મને રજા આપો નહીં તો મારી પત્ની મને છોડી દેશે’.. આ આજીજી છે લખનઉ પોલીસના એક કોસ્ટેબલની. તે પોતાના ઉપરી અધિકારીને રજા માટે અપીલ કરી રહ્યો છે.

 • Share this:
  ‘સર કૃપા કરીને મને રજા આપો નહીં તો મારી પત્ની મને છોડી દેશે’.. આ આજીજી છે લખનઉ પોલીસના એક કોસ્ટેબલની. તે પોતાના ઉપરી અધિકારીને રજા માટે અપીલ કરી રહ્યો છે. કોન્સ્ટેબલે પોતાના ઉપરી અધિકારીને પત્ર લખીને કહ્યું હતું કે, જો તેને દસ દિવસની રજા નહીં મળે તો તેની પત્ની તેને છોડીને જતી રહેશે.

  લખનઉ પોલીસ લાઇનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહએ પોતાના પત્રમાં કહ્યું હતું કે, રજા ન મળવાના કારણે તે ચાર મહિનાથી પોતાની પત્નીને મળ્યો નથી. મારી પત્ની ઇચ્છે છે હું ઓછામાં ઓછા દસ દિવસ માટે ઘરે રહું. તેમણે એ પણ કહ્યું કે પત્નીનું કહેવું છે કે, જો તેને દસ દિવસની રજા નહીં મળે તો તેને ઘર આવવાની જરૂર નથી.

  પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ‘ભાષા’ને જણાવ્યું હતું કે કોન્સ્ટેબલને દસ દિવસની રજાઓ આપી દેવાઇ છે. ગત મહિનામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યારે એક નવપરણિત કોન્સ્ટેબલે કહ્યું હતું કે, લગ્ન પછી તરત જ તે ફરજ ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકતો. ઉપરી અધિકારીને જાણ કરાતા તેને પણ આઠ દિવસની રજા આપવામાં આવી હતી.

  અધિકારીએ જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલને વર્ષમાં 30 દિવસની સીએલ મળે છે. અઠવાડિયાની રજા આપવાની વ્યવસ્થા પણ છે પરંતુ એ બધુ જિલ્લા પોલીસ પ્રમુખ નક્કી કરે છે. બંદોબસ્ત અને દબાણના કારણે બધાને રજાઓ નથી મળી શકતી.
  Published by:Ankit Patel
  First published: