ઉત્તરપ્રદેશ: આઝાદી બાદ પ્રથમ વાર આ 23 ગામમાં થશે ચૂંટણી, જાણો કારણ

આઝાદીના 70 વર્ષ બાદ ગામના લોકો પ્રથમવાર પંચાયત ચૂંટણી 2021માં ગ્રામ પ્રધાન પંસદ કરશે

આઝાદીના 70 વર્ષ બાદ ગામના લોકો પ્રથમવાર પંચાયત ચૂંટણી 2021માં ગ્રામ પ્રધાન પંસદ કરશે

  • Share this:
લખનઉ : આઝાદીના 70 વર્ષ બાદ વનટાંગિયાના ગામના લોકો પ્રથમવાર પંચાયત ચૂંટણી 2021માં ગ્રામ પ્રધાન પંસદ કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વનટાંગિયા ગામોને રાજસ્વ ગામ ઘોષિત કરીને ત્યાં દરેક સુવિધા ઉપલબ્ધ કરાવી છે. 2017 પહેલા વનટાંગિયા ગામ રાજસ્વ ગામ રૂપે નોંધવામાં આવ્યા નહોતા. જેથી તેમને કોઈપણ પ્રકારની સરકારી સુવિધાનો લાભ આપવામાં આવતો ન હતો. રાજસ્વ ગામ ઘોષિત થયા બાદ ગોરખપુરના 5 અને મહારાજગંજના 18 વનટાંગિયા ગામ ચૂંટણીમાં ભાગ લઈને સરકારની પસંદગી કરશે.

આની પહેલા જે ચૂંટણી કરવામાં આવી હતી તેમને વોટ આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. પરંતુ રાજસ્વ ગામ તરીકે નોંધણી ન કરવાને કારણે કોઈપણ સરકારી સુવિધાનો લાભ મળતો ન હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2017માં વનટાંગિયા ગામને રાજસ્વ ગામનો દરજ્જો અપાવતા મૂળભૂત સુવિધાનો લાભ મળવા લાગ્યો છે. ગામમાં શાળાઓ બનાવવામાં આવી, રાશન કાર્ડની સુવિધા આપવામાં આવી. વીજળી, રસ્તાઓ, પાણી, આવાસની સુવિધાઓ પણ મળવા લાગી. તેમજ વૃદ્ધાવસ્થા યોજના, વિધવા યોજના, દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ પણ મળવા લાગ્યો છે.

આ પણ વાંચો - આઇસલેન્ડમાં ફાટેલા જ્વાળામુખીમાંથી ફરીથી નીકળવા લાગ્યો લાવા, જુઓ વીડિયો

વનટાંગિયા ગામ

વનટાંગિયા ગામ અંગ્રેજી શાસનમાં 1918ના આસપાસના સમયમાં વસાવવામાં આવ્યા હતા. જેનો ઉદ્દેશ્ય સાખૂના ઝાડ વાવીને વનક્ષેત્ર વધારવાનો હતો. ત્યાં વસતા લોકોનું જીવન ખેતીવાડી અને ઝાડ પર આધારિત હતું. ગોરખપુરમાં પાંચ જંગલ વિસ્તાર (તિનકોનીયા નંબર ત્રણ, રજહી ખાલે ટોલા, રજહી નર્સરી, આમબાગ નર્સરી અને ચિલબિલવા)માં રહેતી વસ્તી 100 વર્ષથી અધિક જૂની છે. 1998માં ગોરખપુરમાં પ્રથમ વાર સાંસદ બન્યા બાદ યોગી આદિત્યનાથે તેમના સંસદીય કાર્યકાળ દરમ્યાન વનટાંગિયાના સંઘર્ષનો મુદ્દો રજૂ કરતા હતા. 2009થી અત્યાર સુધી યોગી આદિત્યનાથ વનટાંગિયા ગામ સાથે દિવાળીની ઊજવણી કરે છે.

પ્રધાનમંત્રી મોદીએ પણ આ કાર્યને બિરદાવ્યું છે

મહરાજગંજના વનટાંગિયા ખેડૂતોએ એફપીઓ એ શક્કરિયાની ખેતી કરીને તેના માર્કેટિંગ માટે અમદાવાદની કંપની સાથે કરાર કરીને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એફપીઓ સાથે જોડાયેલ પ્રમુખ વનટાંગિયાના ખેડૂત રામગુલાબના કાર્યને બિરદાવ્યું છે. તેમણે રામગુલાબ સાથે 25 ડિસેમ્બરના રોજ વર્ચ્યુઅલ સંવાદ પણ કર્યો હતો.
First published: