પંચાયત ચૂંટણી માટે આજીવન બ્રહ્મચર્યનું વ્રત તોડ્યું, લગ્ન કરીને પત્નીને ઉમેદવાર બનાવી

પંચાયત ચૂંટણી માટે આજીવન બ્રહ્મચર્યનું વ્રત તોડ્યું, લગ્ન કરીને પત્નીને ઉમેદવાર બનાવી

હાથી સિંહ લગ્ન કર્યા પછી હનીમુન પર જવાના બદલે સીધો ચૂંટણી પ્રચારમાં લાગી ગયો છે

 • Share this:
  બલિયા : ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીને (Panchayat Election 2021)લઇને માહોલ ગરમ છે. ચૂંટણીને લઇને ગામમાં ઉમેદવાર રાજનીતિક સમીકરણ ફિટ કરવામાં લાગી ગયા છે. આ દરમિયાન બલિયામાં (Ballia)એક અજીબ મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પંચાયતની ચૂંટણી લડવા માટે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાનું વ્રત તોડી નાખ્યું છે અને લગ્ન કરી લીધા છે.

  આ ઘટના બલિયા જિલ્લાના મુરલી છપરા બ્લોકના શિવપુર કરન છપરા ગ્રામ પંચાયતની છે. અહીં આજીવન અવિવાહિત રહેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિ હાથી સિંહે ગ્રામ પ્રધાનની ચૂંટણી લડવા માટે લગ્ન કરી લીધા છે. આ વ્યક્તિને પદ મેળવવાની એટલી ઇચ્છા જાગી કે તેણે લગ્ન મુહૂર્ત વગર કરી લીધા છે. હવે તેની પત્ની ચૂંટણી મેદાનમાં છે.

  ગ્રામ પ્રધાન પદ મહિલા માટે અનામત

  ગ્રામ પ્રધાન પદ મહિલા માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે, આ કારણે હાથી સિંહે જલ્દીમાં લગ્ન કરી લીધા છે. હવે તેણે પોતાની પત્નીની ઉમેદવાર બનાવી છે. હાથી સિંહ લાંબા સમયથી સામાજિક કાર્યકર્તાના રૂપમાં કામ કરી રહ્યા છે. સમાજસેવાના કારણે લગ્ન ન કરવાનો સંકલ્પ કર્યો હતો.

  આ પણ વાંચો - પુત્રને જોઈતી હતી સંપત્તિ, પુત્રી કરવા માંગતી હતી પ્રેમી સાથે લગ્ન, બંનેએ પિતા સામે રચ્યું આવું ષડયંત્ર

  ગત વખતે હાથી સિંહનો 57 વોટથી પરાજય થયો હતો

  હાથી સિંહ 2015ની પંચાયત ચૂંટણીમાં પણ ઉભો રહ્યો હતો. જોકે 57 વોટથી તેનો પરાજય થયો હતો. હાથી સિંહ આ વખતે ચૂંટણી લડવા અને જીત મેળવવાની આશા રાખી રહ્યો હતો. જોકે મહિલા અનામત સીટ હોવાના કારણે તેની આશા પર પાણી ભરી વળ્યું હતું. આવા સમયે હાથી સિંહને તેમના શુભચિંતકોએ લગ્ન કરીને પત્નીને ચૂંટણી લડાવવાની સલાહ આપી હતી. હાથી સિંહને આ વિચાર પસંદ આવ્યો હતો. આ પછી એક યુવતી સાથે બિહારના કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. આ પછી મુહૂર્ત વગર ગામના ધર્મનાથ જી મંદિરમાં 26 માર્ચે લગ્ન કર્યા હતા.

  સ્નાતકનો અભ્યાસ કરી રહી છે હાથી સિંહની પત્ની

  હાથી સિંહની પત્ની સ્નાતકનો અભ્યાસ કરી રહી છે અને પંચાયતની ચૂંટણી લડવા તૈયાર છે. હાથી સિંહ લગ્ન કર્યા પછી હનીમુન પર જવાના બદલે સીધો ચૂંટણી પ્રચારમાં લાગી ગયો છે. 13 એપ્રિલે બલિયામાં પંચાયત ચૂંટણીની નામાંકન પ્રક્રિયા શરુ થશે. જેમાં હાથી સિંહની પત્ની નામાંકન કરશે. હાથી સિંહ અને તેના સમર્થકો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.
  Published by:Ashish Goyal
  First published: