નિકાહ દરમિયાન ઉર્દૂ અને PAN કાર્ડે ખોલી દુલ્હાની પોલ, દુલ્હાની થઈ જોરદાર ધોલાઇ, જાણો આખો કિસ્સો

નિકાહ દરમિયાન ઉર્દૂ અને PAN કાર્ડે ખોલી દુલ્હાની પોલ, દુલ્હાની થઈ જોરદાર ધોલાઇ, જાણો આખો કિસ્સો
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

નિકાહ વખતે દુલ્હી ઉર્દૂના અમુક શબ્દો સરખી રીતે બોલી શક્યો ન હતો. આ કારણે નિકાહ કરાવનારા મૌલવીને શંકા પડી હતી.

  • Share this:
    મહરાજગંજ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મહરાજજંગમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં નિકાહ (Nikah) દરમિયાન બે પક્ષકારો વચ્ચે બબાલ થઈ હતી. દુલ્હા (Bride)ની એક નાની અમથી ભૂલે તેનું સત્ય સામે લાવી દીધું હતું. જે બાદમાં ગામના લોકોએ દુલ્હાની જોરદાર ધોલાઇ કરી હતી. એટલું જ નહીં, આખી જાનને પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું. હકીકતમાં દુલ્હો પોતાનો ધર્મ છૂપાવીને મુસ્લિમ યુવતી (Muslim girl) સાથે લગ્ન (Marriage) કરી રહ્યો હતો. જોકે, નિકાહ દરમિયાન દુલ્હો ઉર્દૂ (Urdu)ના અમુક શબ્દોનું સરખી રીતે ઉચ્ચારણ કરી શક્યો ન હતો. જે બાદમાં તેની પોલ ખુલી ગઈ હતી અને તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

    પ્રાપ્ત વિગત પ્રમાણે આ સમગ્ર બનાવ કોલ્હુઈ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં મૌલવી નિકાહ પઢાવી રહ્યા હતા ત્યારે દુલ્હો ઉર્દૂના અમુક શબ્દો સરખી રીતે બોલી શક્યો ન હતો. જે બાદમાં લોકોને શંકા પડી હતી. જ્યારે પૂછપરછ કરવામાં આવી તો દુલ્હાની પોલ ખુલી ગઈ હતી. દુલ્હો બીજા ધર્મનો નીકળ્યો હતો. જે બાદમાં લોકોએ દુલ્હાની ધોલાઇ કરી હતી. જાનમાં આવેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો તો ગામના લોકોએ તેમને પકડીને પોલીસના હવાલે કરી દીધા હતા.



    આ પણ વાંચો: ગૌતમ અદાણીને મોટો ઝટકો, ત્રણ વિદેશી ફંડના ખાતા ફ્રીજ, કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ

    યુવતીએ યુવકને મુસ્લિમ રિવાજ પ્રમાણે લગ્ન કરવા રાજી કર્યો હતો

    પ્રાપ્ત વિગત પ્રમાણે કોલ્હુઈ વિસ્તારની એક યુવતી સાથે સિદ્ધાર્થનગરના એક યુવકની સોશિયલ મીડિયા પર દોસ્તી થઈ હતી. જોત જોતામાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. થોડા દિવસોમાં યુવક તેની પ્રેમિકાના ઘરે આવતો જતો થઈ ગયો હતો. આ કિસ્સામાં યુવતીને છોકરાના ધર્મ વિશે માહિતી હતી, પરંતુ તેણીએ તેના પરિવારને કંઈ જણાવ્યું ન હતું. આથી યુવતીએ યુવકને મુસ્લિમ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરવા માટે રાજી કર્યો હતો.

    આ પણ વાંચો: માત્ર 12 રૂપિયામાં ખરીદો 1 BHK ઘર, આ એક શરત માનવી પડશે

    જાનૈયાઓની પૂછપરછ

    લગ્નમાં દુલ્હાએ લૉકડાઉન હોવાનું જણાવીને જાનમાં ફક્ત પાંચ જ લોકોને લાવવાની વાત કરી હતી. નિર્ધારિત તારીખ એટલે કે રવિવારે યુવક પાંચ લોકો સાથે જાન લઈને યુવતીના ઘરે પહોંચ્યો હતો. નિકાહ વખતે યુવક ઉર્દૂના અમુક શબ્દ બોલવામાં થોથવાયો હતો. જે બાદમાં મૌલવીને શંકા પડી હતી. જે બાદમાં તેનું PAN કાર્ડ તપાસવામાં આવ્યું તો તેમાં ફોટો તેનો જ હતો પરંતુ નામ પરથી તે બીજા ધર્મનો હોવાનો ખુલાસો થયો હતો.

    જે બાદમાં આખો કેસ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જોકે, મોડી સાંજ સુધી છોકરી યુવક સાથે નિકાહ કરવા માટે જીદ પર અડી હતી. છોકરીના પરિવારના લોકો દુલ્હાના ઘરે ગયા ન હતા, આથી તેઓ ધર્મ વિશેની હકીકતથી અજાણ હતા. પોલીસના કહેવા પ્રમાણે દુલ્હા સહિત લોકોને પોલીસ મથક લાવવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. હાલ બંને પક્ષકારો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે. છોકરીને એ વાતની જાણ હતી કે છોકરો બીજા ધર્મનો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:June 14, 2021, 13:59 pm

    ટૉપ ન્યૂઝ