Home /News /national-international /

Road Accident: લગ્ન પ્રસંગમાં જતા લોકોને રસ્તામાં જ મળ્યું મોત, પાંચ લોકોના રોડ અકસ્માતમાં મોત

Road Accident: લગ્ન પ્રસંગમાં જતા લોકોને રસ્તામાં જ મળ્યું મોત, પાંચ લોકોના રોડ અકસ્માતમાં મોત

Road Accident in Banda: XUV કારમાં છ લોકો સવાર હતા.

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બાંદ્રામાં એક મોટો રોડ અકસ્માત (Road Accident in Banda) થયો છે. ખરેખરમાં ફુલ સ્પીડે જતી એસયુવી કાર ટ્રકમાં ઘૂસી ગઇ હતી, જેન કારણે આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે.

    ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બાંદ્રામાં એક મોટો રોડ અકસ્માત (Road Accident in Banda) થયો છે. ખરેખરમાં ફુલ સ્પીડે જતી એસયુવી કાર ટ્રકમાં ઘૂસી ગઇ હતી, જેન કારણે આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. ત્યાં જ એક વ્યક્તિની હાલત ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર છ લોકો કારમાં સવારી કરતા હતા. એસયુવી કાર નંબર 32 એફએ 6001 છે. જ્યારે આ અકસ્માત પ્રાર્થગરાજ ધોરીમાર્ગ પર થયો છે.

    આ બનાવ બંદ્રા શહેર કોટવાલીના જામનિપુર્વામાં થયો છે. માહિતી અનુસાર કારમાં સવાલ લોકો ચિત્રકૂટ જિલ્લામાં રહે છે અને તેઓ લગ્ન સમારંભમાં સામેલ થવા જઇ રહ્યા હતા. આ દરમિયાન બાંદ્રાની કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી. આ અકસ્માતની માહિતી મળતા જ પોલીસે કારમાં સવાર તમામ લોકોને ખુબ જ મુશ્કેલીથી બહાર નીકાળ્યા હતાં.

    ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત, એકે રસ્તામાં જ દમ તોડ્યો

    પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર છ લોકોમાંથી ચારના ઘટનાસ્થળે જ મૃત્યુ થા હતા. ત્યાં જ બે ઘાયલને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ એક હોસ્પિટલમાં પહોંચ્યા પહેલ જ રસ્તમાં દમ તોડ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને કાનપુર રેફર કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો- Russia-Ukraine war: યુક્રેનની રાજધાની Kyivમાં રહેણાંક એપાર્ટમેન્ટ પર છોડાઈ Missile; યુક્રેનને 28 દેશ કરશે હથિયારની સહાય

    સ્થાનિક લોકોએ પોલીસને માહિતી આપી

    આ અકસ્માતના સ્થાનિક લોકોએ પોલીસની જાણ કરી હતી. જેના પછી પોલીસ એમ્બ્યુલન્સ દ્વારા બારા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સ્થળે પહોંચી હતી. આ સમય દરમિયાન વ્યક્તિની ગંભીર સ્થિતિ જોતા ડોકટરોએ તેને કાનપુર રેફર કર્યો છે. કાર સવાર તમામ લોકો ચિત્રકૂટ જિલ્લાના રહેવાસી હોવાનું કહેવામાં આવે છે. તે લગ્ન સમારંભમાં જોડાવા માટે જઇ રહ્યા હતા. મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.

    આ પણ વાંચો- shocking news: ડૉક્ટરોએ જીવતી મહિલાને મૃત જાહેર કરી, પોસ્ટમોર્ટમ રૂમની બહાર જ પતિએ હાથ પકડ્યો અને...

    પોલીસે કહી આ વાત

    મામલાની જાણકારી આપતા બાંદ્રાના ડિપ્ટી એસપી નરૈનીએ કહ્યું કે, કાર સવાર તમામ લોકો ચિત્રકુટ જનપદના રહેવાસી છે અને તેઓ એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા જઇ રહ્યા હતા. તે દરમિયાન જ રસ્તીની બાજુમાં ઉબેલા ટ્રકમાં તેમની એસયૂવી અથડાઇ ગઇ હતી. જેમા ચાર લોકોના મોત નિપજ્યા છે. ત્યાં જ એક વ્યક્તીનું કાનપુર જતા સમયે એમ્બ્યુલન્સમાં જ મોત નિપજ્યુ હતું. જ્યારે એક વ્યક્તિ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત છે જેને સારવાર અર્થે કાનપુર રેફર કરાયો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Accident News, Big Accident, Road Accidents, ​​Uttar Pradesh News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन