Home /News /national-international /પ્યાર-વ્યાર જેવું કંઈ હોતું નથી, દીકરી ઘરમાંથી સજીધજીને નીકળે તો સતર્ક થઈ જજો: યૂપી સરકારના મંત્રી
પ્યાર-વ્યાર જેવું કંઈ હોતું નથી, દીકરી ઘરમાંથી સજીધજીને નીકળે તો સતર્ક થઈ જજો: યૂપી સરકારના મંત્રી
up minister pratibha shukla
રાજ્યમંત્રી પ્રતિભા શુક્લાએ કહ્યું કે છાત્રાઓને પોતાના ભણતર પર ધ્યાન આપવું જોઈએ. આ પ્યાર વ્યાર જેવું કંઈ હોતું નથી, આ ફક્ત અપોઝિટ સેક્સ તરફ આકર્ષિત કરવા માટે હોય છે.
ઈટાવા: ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મહિલા વિકાસ રાજ્યમંત્રી પ્રતિભા શુક્લાનું એક નિવેદન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઈટાવા પહોંચેલા રાજ્યમંત્રી પ્રતિભા શુક્લાએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે, દરેક માતાએ એ ધ્યાન રાખવું જોઈએ કો, આ ઉંમરમાં જો દીકરીઓ સજીધજીને નીકળી રહી છે, તો જરુર કાંઈક ગરબડ છે. ફક્ત આટલું જ નહીં શુક્લાએ છોકરીઓની સાથે સાથે છોકરાઓને પણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, તો દીકરો છે અને વધારે પડતો ખર્ચો છે, તો ત્યાં પણ કંઈક ગરબડ હશે.
રાજ્યમંત્રી પ્રતિભા શુક્લાએ કહ્યું કે છાત્રાઓને પોતાના ભણતર પર ધ્યાન આપવું જોઈએ. આ પ્યાર વ્યાર જેવું કંઈ હોતું નથી, આ ફક્ત અપોઝિટ સેક્સ તરફ આકર્ષિત કરવા માટે હોય છે. તેને જાહેરમાં બાળકોને બતાવવું જોઈએ. તેમણે કહ્યું કે, છોકરા અને છોકરીઓ બંનેએ સુધરવાની જરુર છે. જ્યાં સુધી પોતાના લક્ષ્ય સુધી પહોંચી ન જાવ, ત્યાં સુધી આ ચક્કરમાં ન પડવું જોઈએ. સપના જોવાનું છોડતા નહીં. શુક્લાએ કહ્યું કે, હાલમાં શાળાના શિક્ષણ દરમિયાન પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપો, પ્યાર વ્યારના ચક્કરમાં પડતા નહીં.
પ્યાર વ્યાર ફક્ત વિજાતિય સેક્સનું આકર્ષણ
તેમણે કહ્યું કે, હું આ સ્પષ્ટપણે કહેવા માગુ છું કે, તમામ સ્કૂલોમાં શિક્ષકોએ આ ઉંમરના બાળકોને બતાવવું જોઈએ કે પ્યાર વ્યાર, ઈશ્ક-વિશ્ક કંઈ હોતું નથી, આ ફક્ત વિજાતિય સેક્સ પ્રત્યેનું આકર્ષણ છે. પ્રતિભા શુકલાએ કહ્યું કે, માતાએ બાળકો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તો વળી દીકરીએ પોતાની માતાને મિત્ર માનવી જોઈએ. માતાએ એ ધ્યાન રાખવું જોઈએ કે, દીકરી જો વધારે સજીધજીને ક્યાક બહાર નીકળી રહી છે, તો કોઈ ખોટુ થઈ રહ્યું છે. તો વળી દીકરો પણ જો વધારે ખર્ચો હોય તો, કંઈક ખોટું છે, તેમ માની ધ્યાન આપવું જોઈએ.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર