Home /News /national-international /

UPના મંત્રી દલિતના ઘરે જમવા ગયા, પણ જમવાનું હોટેલથી મંગાવ્યું!

UPના મંત્રી દલિતના ઘરે જમવા ગયા, પણ જમવાનું હોટેલથી મંગાવ્યું!

    ઉત્તર પ્રદેશ સરકારના એક મંત્રી દલિતના ઘરે જમાવ ગયા પણ દલિતના ઘરનું જમવાને બદલે જમવાનું અને પાણી પોતાની સાથે લઇને દલિતના ઘરે ગયા અને ત્યાં જમ્યા. આ ઘટનાએ મોટો વિવાદ થયો છે. છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકાર દલિતોની સાથે છે એવો દાવો કરવા માટે દલિતોના ઘરે જઇ જમે છે અને ફોટા પડાવે છે.

    વાત એવી છે કે, આ મંત્રીએ દલિતના ઘરે ગયા ત્યારે હોટેલમાંથી લાવેલું પાલક પનીર, છોટે, દાલ મખની, પુલાવ, તંદુરી રોટી, ગુલાબ જાંબુ, રાયતા અને સલાડ સાથે લઇને ગયા અને યજમાન દલિતને ત્યાં ભરપેટ જમ્યા. જો કે યોગી સરકારની મંત્રી સુરેશ રાણાએ આ આરોપો ફગાવી દીધા છે અને કહ્યુ કે, આ જમવાનું ગામ લોકોએ જ બનાવ્યું હતું.

    ભાજપના આ મંત્રીએ સોમવારે ઉત્તર પ્રદેશના એક ગામમાં દલિતના ઘરે જમવાનું આયોજન કર્યું હતું. પણ જે પ્રકારનું જમવાનું હતું તેની તસ્વીરો સોશિયલ મિડીયમાં વાયરલ થઇ હતી. જ્યારે રાણાને એવું પુછવામાં આવ્યુ કે, યજમાન દલિતને તો તમારા આગમન વિશે ખબર જ નહોતી અને તમે રાત્રે 11 વાગ્યે તેમને ત્યાં વણનોતર્યા પહોંચી ગયા હતા. આ સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું કે, આ વાતની મને જાણ નથી. મેં આ વાત મિડીયા દ્વારા જાણી. પણ જમવાનું ગામ લોકોએ જ બનાવ્યું હતું.

    જ્યારે એવું પુછવામાં આવ્યુ કે, આ જમવાનું કેટરર દ્વારા મોકલવામાં આવ્યુ હતુ અને આ પ્રકારનું જમવાનું ગામ લોકોએ બનાવ્યું હોય એવુ સહેજ પણ દેખાતું નથી તો પણ મંત્રી તેમની વાતને વળગી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ગામના સરંપચ દલિત છે. સ્થાનિક ધારાસભ્ય દલિત છે અને દલિતો દ્વારા આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. પણ કેટલાક લોકોને મોદી અને યોગી સાથે પ્રોબ્લેમ છે એટલે આવી બાબતોને ચગાવે છે.

    આ અગાઉ પણ યોગી સરકાર દલિતોના મામલે વિવાદમાં રહી છે. થોડા મહિનાઓ પહેલા યોગી સરકારે દલિતાને મળતા પહેલા, તેમને ચોખ્ખા થવા માટે સાબુ મોકલ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dalit, Minister, યૂપી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन