કોસી કલાન: રાજધાની એક્સપ્રેસની અડફેટે આવ્યા 7 લોકો, બેના મોત

ઘટના સ્થળ પર હાજર રહેલા લોકો

રાજધાની એક્સપ્રેસની અડફેટમાં આવવાથી સાત લોકો ગંભીર રીતે ઘાય થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર દરમ્યાન બે લોકોના મોત નિપજ્યા છે

 • Share this:
  ઉત્તરપ્રદેશના કોસી કલાન રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના બની છે. રાજધાની એક્સપ્રેસની અડફેટમાં આવવાથી સાત લોકો ગંભીર રીતે ઘાય થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર દરમ્યાન બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય પાંચ લોકોની હાલત હજુ ગંભીર છે. રેલવેની મોટી લાપરવાહીના કારણે યાત્રીઓમાં ખુબ નારાજગી છે. ઘટના સ્થળ પર જીઆરપીએફની ટીમ પણ પહોંચી ગઈ છે.

  બતાવવામાં આવી રહ્યું છે કે, મથુરા પાસે કોસી કલાન રેલવે સ્ટેશન પર કેટલાક યાત્રીઓ એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે રેલ્વે ટ્રેકનો ઉપયોગ કરી રહ્યા હતા. તે સમયે અચાનક રેલવે લાઈન ક્રોસ કરતા સમયે રાજધાની એક્સપ્રેસ આવી ગઈ અને યાત્રીઓ તેની અડફેટે આવી ગયા. યાત્રિઓનું કહેવું છે કે, રેલવે તરફતી ટ્રેન આવવાની કોઈ સૂચના આપવામાં આવી ન હતી.

  ઉત્તરપ્રદેશ સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં આ રીતની વારંવાર બની રહેલી દુર્ઘટનાઓથી એ સ્પષ્ટ થાય છે કે, રેલવેની વ્યવસ્થામાં લાપરવાહી કરવામાં આવે છે. આ પહેલા પણ રાજ્યના ઈટાવા-મેનપુરી યાત્રી ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી સદ નશિબે મોટી સંખ્યામાં મુસાફરો બચી ગયા હતા. કેટલાક અસામાજિક તોફાની તત્વોએ મેનપુરીમાં કરહલ પાસે રેલવે પાટા પર લૂઝ કોક્રિટ સ્લીપર ફેંકી દીધી હતી. આ ઘટનામાં એએન્જિનનો પાછળનો ભાગ બગડી ગયો હતો.
  Published by:kiran mehta
  First published: