પોલીસ કોન્સ્ટેબલની બપોરે થઈ સગાઈ અને રાત્રે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત, ખુશીઓ માતમમાં ફેરવાઈ

બોલેરો ઝાડ સાથે ટકરાતાં પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સહિત પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત, ડ્રાઇવરે પીધો હતો દારૂ

બોલેરો ઝાડ સાથે ટકરાતાં પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સહિત પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત, ડ્રાઇવરે પીધો હતો દારૂ

  • Share this:
    રોહિત સિંહ, પ્રતાપગઢ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રતાપગઢ જિલ્લામાં રવિવાર મોડી રાત્રે થયેલા ભીષણ માર્ગ અકસ્માત (Road Accident)માં એક પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) સહિત પાંચ લોકોનાં કરૂણ મોત થયા છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી બોલેરો કાર અનિયંત્રિત થઈને ઝાડ સાથે ટકરાઈ ગઈ. તમામ મૃતક પટ્ટી વિસ્તારના કુંદનપુરથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ ડ્રાઇવર નશામાં હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ.

    મળતી જાણકારી મુજબ, મૃતક પોલીસ કોન્સ્ટેબલ સંદીપ યાદવની રવિવાર બપોરે જ સગાઈ થઈ હતી. સંદીપ યાદવ મઉ જિલ્લાના ચિરૈયાકોટ ચોકી પર તૈનાત હતો. 1 ડિસેમ્બરે સગાઈ માટે રજા લઈને પ્રતાપગઢ આવ્યો હતો. રવિવાર બપોરે સગાઈ કર્યા બાદ સાંજે સાળી સુપ્રિયા યાદવના લગ્ન સમારોહમાં સામેલ થવા પટ્ટી આવ્યો હતો. લગ્નમાં સામેલ થયા બાદ પરત ફરતી વખતે દુખદ માર્ગ દુર્ઘટનાનો શિકાર બની ગયો. અકસ્માત બાદ પરિજનો ઘેરા આઘાતમાં છે.

    આ પણ વાંચો, 2020ના આ વાયરલ વીડિયો, જેણે કોરોના કાળને પણ યાદગાર બનાવી દીધો

    અકસ્માત એટલો ભયાનક હતો કે બોલરો કારના ભૂક્કા બોલી ગયા હતા. બોલેરોમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે બોલેરોને ગેસ-કટરની કાપીને પાંચ લાશોને બહાર કાઢી. ત્યારબાદ લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. દુર્ઘટનામાં સંદીપ સહિત અખિલેશ, રાહુલ, પપ્પૂ, સંદીપ યાદવનાં પણ મોત થયા છે. આ તમામ ખજોહરી ગામના રહેવાસી હતા. યાદવ અને અખિલેશ બંને પિતરાઈ હતા.

    આ પણ વાંચો, હાર્દિક પંડ્યા નિભાવી રહ્યો છે પિતાની જવાબદારી, દીકરાને દૂધ પીવડાવતા કહી હૃદયસ્પર્શી વાત

    મિનિટોમાં ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ

    મઉ જિલ્લાના ચિરૈયાકોટ ચોકી પર તૈનાત યૂપી પોલીસના કોન્સ્ટેબલ સંદીપ યાદવની રવિવાર બપોરે રામનારાયણ યાદવની દીકરી સાથે સગાઈ થઈ હતી. સાંજે સાળીના લગ્માં હાજરી આપવા સંદીપ પોતાના પિતરાઈ અખિલેશ અને પડોશીઓની સાથે પટ્ટીના કુંદનપુર ગામ ગયો હતો. ત્યાં સુપ્રીયા યાદવના લગ્નમાં સામેલ થયા બાદ તમામ બોલેરો સવાર પાંચ યુવક ઘરે પરત ફરી રહ્યા હતા. ઘરથી 14 કિલોમીટર પહેલા જ બોલેરો કાર દુર્ઘટનાની શિકાર બની ગઈ. સિપાહી સંદીપના મોતની જાણ થતાં જ ઘરમાં માતમ છવાઈ ગયો. મિનિટોમાં સાળી સુપ્રીય યાદવના લગ્ન પણ માતમમાં ફેરવાઈ ગયા.
    Published by:Mrunal Bhojak
    First published: