ત્રાંતિકના મંત્રેલા લાડવા ખાઈ કંટાળેલા પતિએ પત્ની પાસે છૂટાછેડા માંગ્યા

પ્રતિકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશની ઘટના, બીમાર પતિની સારવાર માટે પત્ની તાંત્રિક પાસેથી મંત્રેલા લાડવા લઈ આવી હતી.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : ચંદ્રયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે અને દેશ 21મી સદીના માનવ આવિષ્કારની ઉપલબ્ધીઓની ખુશીઓ માણી રહ્યો છે તેવામાં અંધશ્રદ્ધાનો આંખ ઉઘાડતો એક કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પતિએ પત્ની પાસે છુટ્ટાછેડાની માંગણી કરી અને કેસ ફાઇલ કર્યો છે. આ છૂટાછેડા કારણ પણ રસપ્રદ છે. મેરઠની એક પત્ની પતિની બીમારીથી કંટાળી અને સારવારનો ઇલાજ શોધવા તાંત્રિક પાસે પહોંચી હતી. તાંત્રિકે પત્નીને મંત્રેલા લાડવા આપ્યાં અને કહ્યું કે સવાર સાંજ 4-4 લાડવા ખવડાવજે.

  પત્ની તાંત્રિકની સલાબ મુજબ પતિને રોજ સવારે 4 લાડવા અને સાંજે 4 લાડવા ભોજનમાં પિરસતી હતી. દરમિયાન મંત્રેલા લાડવાથી ત્રાસેલા પતિએ છૂટાછેડાની અરજી કરી નાંખી. પતિએ ફેમિલી કોર્ટને જણાવ્યું કે પત્ની તેને મંત્રેલા લાડવા સિવાય ભોજનમાં એક દાણો નહોતી આપતી.

  આ પણ વાંચો :   US-ચીન ટ્રૅડ વૉરથી સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, રફ ડાયમંડની ખરીદી 10 વર્ષના તળિયે પહોંચી

  દરમિયાન આ સમગ્ર મામલો જિલ્લાના ફેમિલી કાઉન્સેલિંગ વિભાગમાં પહોંચ્યો હતો જ્યાં લોકો પત્નીને અંધશ્રદ્ધા વિશે જાણીને અચંબામાં મૂકાઈ ગયા હતા. કાઉન્સેલિંગ સેન્ટરના એક અધિકારીએ જણાવ્યું કે અમે યુગલને કાઉન્સેલિંગ માટે બોલાવ્યું હતું જોકે, પત્નીને અમે અંધદ્ધાળું હોવાનું કહી શક્યા નથી. તેણીને પૂરેપૂરો વિશ્વાસ હતો કે મંત્રેલા લાડવા તેના પતિને સાજો કરી શકશે.
  Published by:Jay Mishra
  First published: