છ ફેરા ફરીને દુલ્હને અચાનક કહ્યું, 'મારે લગ્ન નથી કરવા' અને પછી જે થયું...

પ્રતીકાત્મક તસવીર

આ પછી, મધ્યરાત્રિએ પંચાયત યોજાઇ હતી અને આ દરમિયાન પણ કન્યા તેના આગ્રહ પર અડગ રહી હતી.

 • Share this:
  યુપીના (UP) મહોબામાં લગ્નજીવન તૂટવાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, કન્યાએ લગ્ન પહેલાની વિવિધ વિધિઓ કરી પરંતુ સાત ફેરા દરમિયાન લગ્ન (marriage) કરવાનો ઇનકાર કર્યો હતો. છ ફેરા લીધા બાદ દુલ્હન લગ્ન કરવાનો ઇનકાર કરતાં જ હંગામો મચી ગયો હતો. આ પછી, રાત્રે જ પંચાયતને બોલાવવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયત્નો કર્યા પછી પણ જાનૈયાઓને બેરંગ પરત ફરવું પડ્યું હતું. જે બાબત આ સમયે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કારણ બની છે.

  ગુરુવારે ઉત્તર પ્રદેશના મહોબામાં ઝાંસીની કુલપહર તહસીલના એક ગામથી વરધોડો આવ્યો હતો. આ દરમિયાન, કન્યા પક્ષે લગ્નમાં આવેલા જાનૈયાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ ઢોલની બીટ પર જોરદાર નાચ્યા પણ હતા. બધાએ આનંદ સાથે જમવાની પણ લિજ્જત માણી હતી. લગ્નની દ્વારચર અને જયમલાની વિધિ કરવામાં આવી હતી.

  છોટાઉદેપુર: પુત્ર યુવતીને લઇને ભાગી ગયો, યુવતીનાં સંબંધીઓએ યુવકની માતા સાથે કર્યું સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

  આ દરમિયાન, વરરાજા અને દુલ્હને એકબીજાને માળા પહેરાવી હતી, ત્યારબાદ બંને પક્ષના લોકોએ જોરદાર પોઝ આપ્યો હતો. આ પછી સાત ફેરાનો કાર્યક્રમ પણ શરૂ થયો, પરંતુ અહીં કન્યાએ છ ફેરા બાદ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. આ દરમિયાન, જ્યારે ઘરના સભ્યોએ કન્યાને કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, 'તેને વર પસંદ નથી, તેથી તે લગ્ન નહીં કરે.'

  કન્યા તેના રૂમમાં ગઈ

  જણાવી દઈએ કે, આ લગ્નજીવન દરમિયાન, ખાસ સંબંધીઓ અને મિત્રોએ પણ જયમાલ કાર્યક્રમ બાદ વર-કન્યા સાથે જમ્યા હતા. ત્યારબાદ મધ્યરાત્રિએ વરરાજાના લોકોએ ઘરેણાં આપવાની વિધિ પૂર્ણ કરી હતી. આ પછી, મંડપની નીચે વૈદિક મંત્રોચ્ચાર કરી અગ્નિના ફેરા લઈ રહ્યા હતા. આટલું જ નહીં, બંનેએ 6 ફેરા પૂર્ણ કર્યા હતા, પરંતુ સાતમા ફેરામાં દુલ્હન ઉભી રહી ગઈ હતી. બધાએ આશ્ચર્યજનક સ્વરમાં દુલ્હનને કારણ પૂછ્યું, પછી તેણે કહ્યું કે હું લગ્ન કરીશ નહીં. પછી તે લગ્નની ગાંઠ છોડીને તેના રૂમમાં જતી રહી હતી. આ પછી દરેકના હોશ ઉડી ગયા હતા.

  શું તમારી પાસે પણ 500 રૂપિયાની આવી નોટ છે? RBIએ આપી છે મહત્ત્વની જાણકારી

  મોડીરાત્રે પંચાયતમાં પણ કોઈ વાત બની ન હતી

  જ્યારે દુલ્હનની માતા અને પિતાએ તેને સાતમા રાઉન્ડનો ઇનકાર કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, મને વરરાજા પસંદ નથી, તેથી હું લગ્ન કરીશ નહીં. જોકે આ પછી બંને પક્ષના લોકો ઘણાં કલાકો સુધી દુલ્હનને સમજાવતા રહ્યા, પરંતુ તેણીએ કોઈનું સાંભળ્યું નહીં. આ પછી, મધ્યરાત્રિએ પંચાયત યોજાઇ હતી અને આ દરમિયાન પણ કન્યા તેના આગ્રહ પર અડગ રહી હતી.

  આ દરમિયાન વિવાદથી રોષે ભરાયેલા વરરાજાના પિતાએ કહ્યું હતું કે, જ્યારે લગ્નની ના પાડવાના હતા, તો પછી જયમાલાની વિધિ અને અન્ય વિધિ શા માટે કરી? થોડા સમય પછી બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી થઈ હતી અને જાનૈયાઓ પરત ફર્યા હતા. વરરાજા અને બાજુના લોકોએ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ લખાવી નથી.
  Published by:Kaushal Pancholi
  First published: