Home /News /national-international /UP Madarsa Survey: ઉત્તર પ્રદેશના મદરેસામાં સરવે - રાજનૈતિક સ્વાર્થ કે પછી કોઈ કારણ, જાણો યોગી સરકારનું પ્લાનિંગ શું છે?

UP Madarsa Survey: ઉત્તર પ્રદેશના મદરેસામાં સરવે - રાજનૈતિક સ્વાર્થ કે પછી કોઈ કારણ, જાણો યોગી સરકારનું પ્લાનિંગ શું છે?

ફાઇલ તસવીર

UP Madarsa Survey: ઘણાં સમયથી મદરેસામાં થઈ રહેલા ફંડિગને લઈને અનેક સવાલો સામે આવ્યાં છે. કેટલીક જગ્યાએ દેશના કેટલાંક મદરેસામાં આતંકી સંગઠનો દ્વારા ફંડિગ મળવાના કેસ સામે આવ્યાં છે. સરકારની દલીલ છે કે, મદરેસામાં નાણાકીય પારદર્શિતા મામલે સરવે જરૂરી છે. યુપીના અલ્પ સંખ્યક મામલામાં રાજ્ય મંત્રી દાનિશ આઝાદ અંસારીના જણાવ્યા પ્રમાણે, મદરેસાના સરવેથી કોઈ ગભરાવવાની જરૂર નથી. સરકાર એકેય મદરેસા પર બુલડોઝર નહીં ચલાવે. સરકાર જાણવા માગે છે કે, મદરેસામાં શું સ્થિતિ છે, બાળકો માટે ભણવાની શું વ્યવસ્થા છે, શિક્ષકોને કેટલો પગાર આપવામાં આવે છે. અમે બાળકોને પાયાની સુવિધાઓ આપવા માગીએ છીએ.

વધુ જુઓ ...
  લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગેરકાયદેસર ચાલતા મદરેસાનો સરવે કરવાનો આદેશ આપતા જ નવો વિવાદ સામે આવ્યો છે. એક તરફ વિપક્ષ અને કેટલાક મુસ્લિમ સંગઠનોએ સરકારની નિયત પર સવાલ કર્યા છે. ત્યાં સરકારે કેટલાંક મદરેસા અને તેમાં તાલીમ લેનારા બાળકોના હિતમાં જણાવવામાં આવ્યું છે. આખરે એ સવાલ છે કે, યોગી સરકારે મદરેસાનો સરવે કરવાની જરૂર કેમ પડી? શું આમાં કોઈ રાજનૈતિક સ્વાર્થ છે કે પછી અન્ય કોઈ કારણ.

  ‘સરકાર મદરેસા પર બુલડોઝર ચલાવશે નહીં’


  હકીકતમાં ઘણાં સમયથી મદરેસામાં થઈ રહેલી ફંડિગ મામલે સવાલો ઊભા થયા છે. દેશભરમાં ઘણી જગ્યાએ મદરેસામાં આતંકી સંગઠનો દ્વારા ફંડિંગ થતું હોવાના કેસ સામે આવ્યા છે. ત્યારે સરકારની દલીલ હતી કે, મદરેસામાં નાણાકીય પારદર્શિતા મામલે સરવે જરૂરી છે. ઉત્તર પ્રદેશના કેટલાંક કેસમાં રાજ્ય મંત્રી દાનિશ આઝાદ અંસારીના જણાવ્યા પ્રમાણે, સરવેથી કોઈ ગભરાવવાની જરૂર નથી, કોઈપણ મદરેસા પર સરકાર બુલડોઝર ચલાવશે નહીં. સરકાર જાણવા માગે છે કે, મદરેસામાં કેવી સ્થિતિ છે, બાળકો માટે ભણવાની કેવી વ્યવસ્થા છે અને શિક્ષકોને કેટલો પગાર આપવામાં આવે છે. અમે બાળકોને પાયાની સુવિધાઓ આપવા માગીએ છીએ.

  સરકારનો ઇરાદો સારો છે તો પછી આટલો વિવાદ કેમ?


  ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં અંદાજે 16 હજારથી વધુ ગેરકાયદેસર મદરેસા છે. જે સરકાર પાસેથી ફંડ લેતા નથી કે ધાર્મિક સંગઠનોની મદદથી ચાલી રહ્યા છે. આ મદરેસામાં લાખો બાળકો તાલિમ લે છે. તંજીમ ઉલમા-એ-ઇસ્લામના રાષ્ટ્રીય મહાસચિવ મૌલાના શહાબુદ્દીન રિઝવી બરેલવીનું કહેવું છે કે, મદરેસામાં સરવે કરાવવા મામલે તેમને કોઈ આપત્તિ નથી, પરંતુ ઉત્તર પ્રદેશના મદરેસાનો સરવે કરાવવા પાછળનો ઉદ્દેશ્ય મુસલમાનોને પરેશાન કરવા સિવાય અન્ય કંઈ જ નથી.


  દારૂલ ઉલૂમ દેવબંદે સમર્થન કર્યુ


  મદરેસના સરવે મામલે માહોલ ગરમાયો છે. તેવામાં સૌથી મોટા મુસ્લિમ સંગઠન દારૂલ ઉલૂમ દેવબંદે યોગી સરકારના નિર્ણયને સમર્થન આપ્યું છે. દારૂલ ઉલૂમે મદરેસાના સરવેના નિર્ણયને સાચો ગણાવી મદરેસાના હિતમાં છે તેવું જણાવ્યું છે. જમિયત-ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદની પણ સરકાર સાથે ઊભેલા જોઈ શકાય છે. મદનીએ કહ્યુ હતુ કે, અમે સરકારના મદરેસા સરવેના નિર્ણયના વખાણ કરીએ છીએ. મદરેસાના સંચાલક પણ સરવેમાં સહયોગ કરે, કારણ કે મદરેસામાં અંદર કશું છુપાયેલું નથી અને તેના દરવાજા બધા માટે ખૂલેલા છે. તેમણે કહ્યુ હતુ કે, મદરેસા દેશના સંવિધાન અંતર્ગત જ ચાલે છે, આ માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સરવે કરાવવામાં આવ્યા છે તેમાં સહયોગ કરતા સમ્પૂર્ણ અને સાચી જાણકારી આપો.

  આ પણ વાંચોઃ મદરેસાઓએ આપવા પડશે ઉ.પ્ર. સરકારના આ 12 સવાલોના જવાબ

  રાષ્ટ્રપતિને પત્ર લખ્યો


  તો બીજી તરફ, મદરેસામાં કરવામાં આવી રહેલા સરવેને લઈને રઝા એકેડેમીએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે કે, સરકારી સહાયતા મળતી હોય તેવા જ મદરેસાનો સરવે કરો, જે મદરેસા દાનથી ચાલે છે તેનો સરવે કરશો નહીં. બીજા ધર્મ અને આરએસએસના શિક્ષણ સંસ્થાનોનો પણ સરવે કરો. મદરેસામાં સંકળાયેલો કોઈ એક વ્યક્તિ ભૂલ કરે તો તેને જ સજા આપવી જોઈએ, તેને લઈને આખા મદરેસાને પાડવાનો હક તમને કોણે આપ્યો? વાળ વધે તો વાળ કાપવા જોઈએ, માથું નહીં. મુસલમાનોને ટારગેટ કરવા માટે અને 2024ના ઇલેક્શનની તૈયારી માટે આ કરવામાં આવી રહ્યુ છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन