UP: NH-28 પર ફ્લાયઓવર ધરાશાયી, ચાર ઘાયલ, બે લોકો દટાયાની આશંકા

બસ્તીમાં ફ્લાય ઓવર ધરાશાઈ - ANI

બ્રિજ પડવાની દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે અને 2 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

  • Share this:
    ઉત્તર પ્રદેશ સ્થિત બસ્તીમાં એક નિર્માણાધીન ફ્લાયઓવરનો લિંટર પડી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 28 પર સ્થિત ફુટહિયા ચાર રસ્તા પર ફ્લાયઓવર બની રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી બ્રિજ પર કામ ચાલી રહ્યું હતું. શનીવાર સવારે અનાનક ફ્લાયઓવરનું લિંટન તૂટી ગયું.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે અને 2 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ફ્લાયઓવરનું લિંટન પડ્યા બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

    બસ્તીના ઉચ્ચ પોલીસ અધિકારી અને વહીવટી અધિકારી ઘટના સ્થળ પર નિરિક્ષણ કરવા માટે રવાની થઈ ગયા છે. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, સાથે ફાયર ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. આ મામલે હજુ કોઈ રાજકીય નિવેદન આવ્યું નથી.

    Published by:kiran mehta
    First published: