કાનપુર : બદમાશોએ ઘાત લગાવીને પોલીસ ટીમ પર કર્યો હતો હુમલો, એકે-47માંથી કર્યું ફાયરિંગ!

News18 Gujarati
Updated: July 3, 2020, 10:18 AM IST
કાનપુર : બદમાશોએ ઘાત લગાવીને પોલીસ ટીમ પર કર્યો હતો હુમલો, એકે-47માંથી કર્યું ફાયરિંગ!
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ.

ડીજીપીના કહેવા પ્રમાણે બદમાશોએ હુમલા માટે સૉફિસ્ટિકેટેડ વેપન (Sophisticated Weapon)નો ઉપયોગ કર્યો હતો.

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશના કાનપુરમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey)ને પકડવા ગયેલી ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ પર તાબડતોબ ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગમાં આઠ પોલીસકર્મી શહીદ થયા છે. જ્યારે સાત પોલીસકર્મી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસ પર હુમલાની આ સૌથી મોટી ઘટના ગણાવવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે ગામમાં પોલીસકર્મીઓ પર બદમાશોએ એકે-47થી ફાયરિંગ કર્યું હતું. આ મામલે ડીજીપીએ જણાવ્યું કે, અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે પ્રમાણે બદમાશાએ સૉફિસ્ટિકેટેડ વેપન (Sophisticated Weapon)નો ઉપયોગ કર્યો હતો. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તપાસ બાદ વધારે વિગત સામે આવશે.

પોલીસના હથિયારોની લૂંટ

માલુમ પડ્યું છે કે પોલીસ પર હુમલો કર્યા બાદ બદમાશોએ પોલીસના હથિયારો પણ લૂંટી લીધા હતા. જેમાં એકે-47, એક ઇન્સાસ રાઇફલ અને બે પિસ્ટલ સામેલ છે.

ઘટનાને પડકાર તરીકે જોઈ રહ્યા છીએ : ડીજીપી

આ મામલે ડીજીપીએ જણાવ્યું કે, એવી માહિતી મળી છે કે વિકાસ દુબેને ગામના લોકોનું સમર્થન હતું. હુમલા દરમિયાન આસપાસના અનેક મકાનોમાંથી પણ ફાયરિંગ થયું હતું. હાલ અમે તમામ પાસાઓ અંગે તપાસ કરી રહ્યા છીએ. આ ઘટનાને અમે પડકાર તરીકે સ્વીકારી છે. અને રાજ્યના લોકોને આશ્વાસન આપવા માંગીએ છીએ કે ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : 'હું ભારતીય આર્મીમાં ફરજ બજાવું છું, તમારા ખાતામાં પૈસા જમા કરાવવા છે,' આવા કોલથી ચેતજો 

કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાને અંજામ આપ્યા બાદ વિકાસ દુબે અને અન્ય બદમાશો ચાલીને જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. તેમને પકડવા માટે પોલીસે સાત ટીમ બનાવી છે. આ સાથે જ જિલ્લાની સરહદો સીલ કરી દેવામાં આવી છે. અનેક કિલોમીટર વિસ્તારમાં સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

વીડિયોમાં જુઓ : એક સાથે 100 સમાચાર 

શું ઘટના હતી?

નોંધનીય છે કે ચોબેપુર થાણા ક્ષેત્રમાં વિકરુ ગામ ખાતે દરોડાં માટે પહોંચેલી પોલીસ ટીમ પર બદમાશોએ તાબડતોબ ગોળીઓ વરસાવી હતી. જેમાં બિલ્હોરના સીઓ સહિત આઠ પોલીસકર્મી શહીદ થઈ ગયા હતા. જ્યારે એસઓ બિઠૂર સહિત છ પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી બદમાશોની ધરપકડ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
First published: July 3, 2020, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading