કાનપુર એન્કાઉન્ટર : વિકાસ દુબેની માતાએ કહ્યું, 'પકડી લો તો મારી જ નાખજો'

News18 Gujarati
Updated: July 4, 2020, 8:44 AM IST
કાનપુર એન્કાઉન્ટર : વિકાસ દુબેની માતાએ કહ્યું, 'પકડી લો તો મારી જ નાખજો'
સરલા દેવી.

વિકાસ દુબેની માતાના કહેવા પ્રમાણે તેના દીકરાએ ખોટું કામ કર્યું છે, તેનો દીકરો આવી રીતે ભાગતો ફરશે તો પોલીસ એક દિવસ એન્કાઉન્ટર કરી નાખશે.

  • Share this:
કાનપુર : કાનપુરના આઠ પોલીસકર્મી (Kanpur Police Encounter)ની હત્યાના આરોપી વિકાસ દુબે (Vikas Dubey)ની માતાએ ચોંકવનારું નિવેદન આપ્યું છે. દુબેની માતાએ કહ્યુ છે કે વિકાસ દુબેએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ (Surrender) કરી દેવું જોઇએ. જો તે ભાગતો ફરશે તો પોલીસ કોઈ દિવસ તેનું એન્કાઉન્ટર કરી નાખશે. સાથે જ વિકાસ દુબેની માતા સરલા દેવી (Sarla Devi)એ કહ્યું કે જો પોલીસ તેની ધરપકડ કરી લે છે તો તેને મારી નાખવો જોઈએ, કારણ કે તેણે જે કર્યું છે તે ખૂબ જ ખોટું છે.

યોગી આદિત્યનાથનું કડક વલણ

આ પહેલા આઠ પોલીસકર્મીઓની શહીદી પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક વલણ અપનાવતા ટ્વીટ કર્યું હતું. "કર્તવ્યપથ પર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારનાર આઠ પોલીસકર્મીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ. શહીદ પોલીસકર્મીઓએ જે રીતે સાહસ બતાવીને પોતાની ફરજ નિભાવી છે, ઉત્તર પ્રદેશ તેને ક્યારેય નહીં ભૂલે. તેમનું આ બલિદાન વ્યર્થ નહીં જાય." આ સાથે જ યોગી આદિત્યનાથે શહીદ થયેલા પોલીસકર્મીના પરિવારને એક એક કરોડ રૂપિયા અને પરિવારના એક સભ્યને નોકરી આપવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો : ચીનની થશે ઘેરાબંધી, US-જાપાન સહિત આસિયાન દેશો પણ ભારતના સમર્થનમાં આવ્યા

પૂર્વયોજિત હતી ઘટના : ડીજીપી

ઉત્તર પ્રદેશના ડીજીપીનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે આ પૂર્વયોજિત કાવતરું હતું. હાલમાં ફૉરેન્સિક ટીમ પુરાવા એકત્રિત કરી રહી છે. બહુ ઝડપથી ઘટના અંગે ખુલાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે. બહુ ઝડપથી તેમની ધરપકડ કરી લેવામાં આવશે.
શું હતો મામલો?

નોંધનીય છે કે ચોબેપુર થાણા ક્ષેત્રમાં વિકરુ ગામ ખાતે દરોડાં માટે પહોંચેલી પોલીસ ટીમ પર બદમાશોએ તાબડતોબ ગોળીઓ વરસાવી હતી. જેમાં બિલ્હોરના સીઓ સહિત આઠ પોલીસકર્મી શહીદ થઈ ગયા હતા. જ્યારે એસઓ બિઠૂર સહિત છ પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ગામમાં પોલીસકર્મીઓ પર બદમાશોએ એકે-47થી ફાયરિંગ કર્યું હતું. આ મામલે ડીજીપીએ જણાવ્યું કે, અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે પ્રમાણે બદમાશાએ સૉફિસ્ટિકેટેડ વેપન (Sophisticated Weapon)નો ઉપયોગ કર્યો હતો.

વીડિયોમાં જુઓ : મરચાની ખેતીથી મેળવો બમણી આવક

પોલીસના હથિયારોની લૂંટ

માલુમ પડ્યું છે કે પોલીસ પર હુમલો કર્યા બાદ બદમાશોએ પોલીસના હથિયારો પણ લૂંટી લીધા હતા. જેમાં એકે-47, એક ઇન્સાસ રાઇફલ અને બે પિસ્ટલ સામેલ છે.
First published: July 4, 2020, 8:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading