ઉત્તર પ્રદેશમાં હુમલાખોરોએ દીકરીની નજર સામે જ પત્રકાર પિતાના માથામાં ગોળી મારી દીધી

ગોળી વાગતા ઘાયલ થયેલા પિતા પાસે રડી રહેલી દીકરી.

પત્રકારે એક દિવસ પહેલા જ છોકરાઓનું એક જૂથ તેમની દીકરીને પરેશાન કરી રહ્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી.

 • Share this:
  નવી દિલ્હી : સોમવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (Ghaziabad)માં એક પત્રકાર (Journalist)ને ગોળી મારવામાં આવી હતી. આરોપીઓએ પત્રકારની નાની દીકરીની સામે જ તેમને ગોળી મારી દીધી હતી. એવા માહિતી મળી છે કે બનાવના એક દિવસ પહેલા પત્રકારે તેની ભત્રીજી (Niece)ને અમુક લોકો પરેશાન (harassment) કરી રહ્યા હોવા અંગે પોલીસમાં ફરિયાદ આપી હતી. પીડિત પત્રકારની ઓળખ વિક્રમ જોશી (Vikran Joshi) તરીકે કરવામાં આવી છે.

  પત્રકાર જોશી મોટરસાઇકલ પર મંગળવારે રાત્રે પોતાની દીકરી સાથે બહાર જઈ રહ્યા હતા. આ દરમિયાન ત્રણથી ચાર લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. ગાઝિયાબાદના વિજય નગર ખાતે વિક્રમ જોશી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાંથી એક ગોળી તેમના માથામાં વાગી હતી. જે બાદમાં પત્રકારને ગાઝિયાબાદની યશોદા હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  આ મામલે મંગળવારે ઉત્તર પ્રદેશ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. પત્રકાર પર હુમલો કરવાની આખી ઘટના એક સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાઇક પર જઈ રહેલા વિક્રમ જોશીને અમુક લોકો અટકાવે છે. આ સમયે તેમની દીકરી પણ તેમની સાથે હતી. વિક્રમ જોશી પર આ લોકો અચાનક હુમલો કરી દે છે, આ દરમિયાન તેની દીકરી ભાગતી નજરે પડે છે. જે બાદમાં હુમલાખોરો વિક્રમ જોશીને કાર તરફ ઢસડીને લઈ જાય છે અને તેમના માથામાં ગોળી મારીને ફરાર થઈ જાય છે.

  ગોળી વાગવાથી વિક્રમ જોશી રસ્તા પર ફસડાઈ પડે છે. આ સમયે તેમની નાની દીકરી દોડી આવે છે. સીસીટીવીમાં વિક્રમ જોશીની નાની દીકરી રડતી તેમજ મદદ માટે બૂમો પાડતી નજરે પડી રહી છે. પત્રકારના પરિવારે દાવો કર્યો છે કે તેમણે તાજેતરમાં તેમની ભત્રીજીને અમુક લોકો પરેશાન કરી રહ્યા હોવાની પોલીસ ફરિયાદ આપી હતી. આ હુમલાના તાર આ ફરિયાદ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવે છે.

  વિક્રમ જોશીના ભાઈ અંકિત જોશીએ જણાવ્યુ હતુ કે, તેમના ભાઈએ તાજેતરમાં વિજય નગર પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ આપી હતી. જેમાં તેમણે તેની ભત્રીજીને અમુક લોકો પરેશાન કરી રહ્યાનો ઉલ્લેખ હતો. પત્રકારના ભાઈએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ફરિયાદ બાદ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સાથે જ તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, વિક્રમ પર એ જ યુવકોએ હુમલો કર્યો છે જેમનાં નામ ફરિયાદમાં લખાવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: