Home /News /national-international /આત્મહત્યા કેમ કરવી એ માટે Google સર્ચ કરી IPS ઓફિસરે દવા પીધી:ગંભીર

આત્મહત્યા કેમ કરવી એ માટે Google સર્ચ કરી IPS ઓફિસરે દવા પીધી:ગંભીર

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગૂગલે ભારતમાં કંઇ વસ્તુઓ લોકો દ્વારા સૌથી વધુ ગૂગલ પર સર્ચ કરવામાં આવી છે તેની જાણકારી આપી છે. જે દ્વારા આ ઉપરોક્ત માહિતી આપવામાં આવી છે. અને અલગ અલગ કેટેગરીમાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું તેની ટોપ 10 યાદી રજૂ કરી છે.

(IPS) ઓફિસર સુરેન્દ્ર કુમાર દાસે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

    ઉત્તરપ્રદેશમાં ફરજ બજાવતા ઇન્ડિયન પોલીસ સર્વિસ ઓફિસર (IPS) ઓફિસર સુરેન્દ્ર કુમાર દાસે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઝેરી પદાર્થ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત ગંભીર છે.

    ઘટનાની વિગતો એવી છે કે, 2014ની બેચનાં આઇપીએસ ઓફિસર સુરેન્દ્ર કુમાર દાસે ગુરુવારે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અત્યાધુનિક સાધનો દ્વારા તેમની સારવાર થઇ રહી છે. તેમની સારવાર માટે વિશેષ સાધનો મુંબઇથી લાવવામાં આવ્યા છે. આઇપીએસ ઓફિસરની સારવાર માટે ડોક્ટરોની એક વિશેષ ટીમ મુંબઇથી કાનપુર આપવી પહોંચી છે અને સ્થાનિક ડોક્ટરોને સારવારમાં મદદ કરી રહી છે. સુરેન્દ્ર કુમાર દાસનો પરિવાર લખનઉમાં રહે છે. તેમની આત્મહત્યાના પ્રયાસના સમાચાર સાંભળી કાનપુર દોડી આવ્યા હતા.

    વકીલ સામે ડ્રગ્સના ખોટા કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટની ધરપકડ

    સુરેન્દ્ર કુમાર દાસે આત્મહત્યા કરી તે સ્થળેથી એક પાની સુસાઇડ નોટ પોલીસને મળી હતી. આ સુસાઇડ નોટ હસ્તાક્ષરોનાં નિષ્ણાંતોને મોકલવામાં આવી છે. પોલીસને આશંકા છે કે, સુરેન્દ્ર કુમાર દાસે લગ્ન જીવનનાં કંકાસથી કંટાળી આ આકરુ પગલુ ભર્યુ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવુ જાણવા મળ્યુ છે કે, છેલ્લા ઘણા દિવસથી આઇપીએસ ઓફિસર સુરેન્દ્ર કુમાર ડિપ્રેશનમાં હતા અને આત્મહત્યા કઇ રીતે કરવી તે અંગે ગુગલમાં સર્ચ કરતા હતા. તેમણે સલ્ફર પાઉડર ખાઉને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ પાઉડર તેમના નોકર પાસે મંગાવ્યો હતો. ઉંદર મારવા માટે વપરાતો આ પદાર્થ ઝેરી હોય છે. પોલીસ આ મામલે સુરેન્દ્ર કુમાર દાસના પત્નિની પુછપરછ કરશે અને પરિવારના સભ્યો સાથે વાત કરશે. સુરેન્દ્ર કુમાર દાસ કાનપુરમાં (સીટી ઇસ્ટ)માં એસપી તરીકે ફરજ બજાવતા હતા.

    આ સ્ટોરી પણ વાંચો: જ્યારે એકબીજા સામે આવ્યા તો DCP પિતાએ IPS પુત્રીને ઠોકી સલામ
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Attempt to suicide, Up police, આઇપીએસ ઓફિસર

    विज्ञापन
    विज्ञापन