બોલ‍િવૂડ એક્ટર આમિર ખાનના બગીચામાંથી મળી હિસ્ટ્રીશીટરની લાશ

News18 Gujarati
Updated: December 10, 2018, 1:41 PM IST
બોલ‍િવૂડ એક્ટર આમિર ખાનના બગીચામાંથી મળી હિસ્ટ્રીશીટરની લાશ
આમિર ખાન (ફાઇલ ફોટો)

હરદોઈમાં સુપરસ્ટાર આમિર ખાનના પૈતૃમ ખેતર અને કેરી-જામફળનો બાગ છે. રવિવારે સ્થાનિક લોકોએ બગીચાની અંદર એક મૃતદેહ જોયો તો પોલીસને જાણકારી આપી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં તે સમયે હોબાળો થઈ ગયો જ્યારે બોલ‍િવૂડ અભિનેતા આમિર ખાનના જામફળના બગીચામાં સંદિગ્ધ સ્થિતિમાં એક લાશ મળી આવી. પોલીસે જ્યારે લાશની ઓળખ કરી તો મૃતક હિસ્ટ્રીશીટર હોવાનું બહાર આવ્યું. લાશ ઘણા દિવસ જૂની હતી અને તે ખરાબ રીતે સડી અને ગળી ગઈ હતી. પોલીસ મુજબ, મૃતક લગભગ ત્રણ સપ્તાહથી ગુમ હતો. પોલીસે શબનો કબજો લઈને તપાસ કરવામાં લાગી ગઈ છે.

મળતી જાણકારી મુજબ, હરદોઈના શાહાબાદ પોલીસ સ્ટેશનની હદમાં મોહલ્લા અખ્તિયારપુરમાં સુપરસ્ટાર આમિર ખાનના પૈતૃક ખેતર અને કેરી-જામફળના બગીચા છે. રવિવારે સ્થાનિક લોકોએ બગીચામાં અંદર એક શબને પડેલું જોયું, ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જ્યારે શબની ઓળખ કરી તે શબ શાહાબાદ પોલીસ સ્ટેશનની હદનો જ હિસ્ટ્રીશીટર સલીમ ઉર્ફે ચચ્ચૂ હોવાનું ખૂલ્યું. મૃતક છેલ્લા 20 દિવસોથી ગુમ હતો, તેના પરિવારે તેની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો, ખશોગીની હત્યાની ઓડિયો ટેપ આવી સામે, લાશ કાપવાનો સંભળાઈ રહ્યો છે અવાજ

પોલીસ મુજબ, મૃતકની ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લૂંટફાટના લગભગ અડધો ડઝન કેસ નોંધાયેલા છે. શબની સ્થિતિ એવી હતી કે તેનું મોત કયા કારણે થયું તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. પોલીસે મોતના કારણો જાણવા માટે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની અહીં પૈતૃક સંપત્તિ છે જેનું એક કેરટેકર ધ્યાન રાખે છે.
First published: December 10, 2018, 1:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading