હાથરસ કાંડમાં CBIએ FIR નોંધી, તપાસ માટે બનાવી ટીમ

News18 Gujarati
Updated: October 11, 2020, 2:28 PM IST
હાથરસ કાંડમાં CBIએ FIR નોંધી, તપાસ માટે બનાવી ટીમ
હાથરસ કેસ

આ યુવતીનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

  • Share this:
CBIએ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હાથરસ કેસમાં (Hathras) 14 સપ્ટેમ્બરના રોજ દલિત યુવતી સાથે થયેલા કથિત સામૂહિક બળાત્કારની (Gang Rape) ઘટનાની તપાસ હવે પોતાના હાથમાં લઈ લીધી છે. આ મામલે સીબીઆઈએ FIR પણ નોંધી લીધી છે. આ યુવતીનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સીએ રવિવારે સવારે ઈન્ડિયન પીનલ કોડની સામૂહિક બળાત્કાર અને હત્યા સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. આ અગાઉ મૃતક યુવતીના ભાઈની ફરિયાદના આધારે હાથરસ જિલ્લાના ચંદપા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે કેસ દાખલ કરાયો હતો.

સીબીઆઈના (CBI) પ્રવક્તાએ આર. કે. ગૌડે કહ્યું કે, ફરિયાદકર્તાએ 14 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે, આરોપીઓએ બાજરાના ખેતરમાં તેની બહેનનું ગળું દબાવવાનો પ્રયત્નકર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારની ભલામણ પર અને ત્યારબાદ ભારત સરકારના નોટિફિકેશ બાદ સીબીઆઈએ આ મામલે કેસ દાખલ કર્યો છે. તેમણે જણાવ્યું કે કેસની તપાસ માટે એજન્સીએ એક ટીમ બનાવવમાં આવી છે.

આ પણ વાંચો- Video: યુપીમાં દુષ્કર્મનાં આરોપીને ટિકિટ આપી તો મહિલા કાર્યકર્તાએ કર્યો વિરોધ, કૉંગ્રેસીઓએ માર્યો માર

કથિત સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી 19 વર્ષની અનુસૂચિત જાતિની યુવતીનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં 29 સપ્ટેમ્બરે મોત થયું હતું. આ કેસમાં યોગી સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મળ્યા બાદ સીબીઆઈએ હવે તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ જુઓ - 

સીબીઆઈએ કલમ 307, કલમ 376, અને 303 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. નોંધનીય છે કે, અત્યાર સુધી આ કેસની તપાસ સીઆઈટી કરી રહી હતી, પરંતુ હવે આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે.
Published by: Kaushal Pancholi
First published: October 11, 2020, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading