UP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન

પ્રતિકાત્મક તસવીર

હાથરસ દુષ્કર્મ કેસઃ ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી યુવતી પર ગામના જ ચાર દબંગોએ દુષ્કર્મ આચરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો

  • Share this:
    નવી દિલ્હીઃ હાથરસ ગેંગરેપ પીડિતા (Hathras Gang Rape Victim) અંતે જિંદગીની જંગ હારી ગઈ છે. ચાર હેવાનોએ 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપ કરી તેની જીભ કાપી દેવામાં આવી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ પીડિતાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેની ગંભીર હાલતને જોઈ દિલ્હી એઇમ્સ (Delhi AIIMS) રેફર કરી દેવામાં આવી હતી. હાથરસમાં ગેંગરેપની આ ઘટના લગભગ 15 દિવસ પહેલા બની હતી.

    સૂત્રોએ જણાવ્યું કે, ગેંગરેપ પીડિતાએ મંગળવાર સવારે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. આ પહેલા આરોપીઓએ યુવતીનું ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પીડિતાએ પોતાને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. તેની પર આરોપીઓએ તેની જીક પણ કાપી દીધી હતી. આ ઘટનામાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. તેની ગંભીર હાલતને જોઈ તેને અલીગઢની દિલ્હી લાવવામાં આવી હતી. એઇમ્સમાં તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ ડૉક્ટર ગેંગરેપ પીડિતાને બચાવી ન શક્યા.

    આ પણ વાંચો, હેવાનિયત: 60 વર્ષીય ડૉક્ટરે દૂધમાં નશીલો પદાર્થ મેળવી 7 અને 3 વર્ષની બાળકીઓને પીવડાવ્યું, પછી આચર્યું દુષ્કર્મ

    પીડિતાને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી

    દિલ્હી એઇમ્સ રેફર કરતાં પહેલા JNMCના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર હૈરિસ મંજૂર ખાને ન્યૂઝ એજન્સી PTIએ જણાવ્યું હતું કે ગેંગરેપ પીડિતા વેન્ટિલેટર પર છે. હૉસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પીડિતાના બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઉપરાંત તેનો એક હાથ પણ આંશિક રીતે પેરેલાઇઝ્ડ થઈ ગયો હતો. પીડિતાની ગંભીર સ્થિતિને જોતાં તેના પરજનોએ સારી સારવાર માટે દિલ્હીમાં દેખાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ગેંગરેપ પીડિતાને એઇમ્સ રેફર કરવામાં આવી હતી. જોકે તેને બચાવી શકાઈ નહીં.

    આ પણ વાંચો, પોલિસ હેડ કોન્સ્ટેબલે પોતાને મારી ગોળી, પત્ની સાથે ચાલી રહ્યો હતો વિવાદ

    જીવથી મારી નાખવાની આપી હતી ધમકી

    નોંધનીય છે કે, હાથરસ પોલીસ સ્ટેશનની હદના એક ગામમાં પોતાની માતાની સાથે ખેતરમાં ચારો લેવા ગયેલી યુવતીની સાથે ગામના જ દબંગોએ પહેલા તો દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ યુવતીને મારી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવતીએ બૂમાબૂમ કરતાં ગામ લોકોને ત્યાં આવતા જોઈ દબંગો ત્યાંથી ફરાર થઈ ગયા. ત્યારબાદ પીડિત યુવતીના પરિજનોએ પોલીસને જાણ કરી. સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગંભીર રીતે ઘાયલ યુવતીને અલીગઢની મેડિકલ કોલેજમાં દાખલ કરાવી હતી. આ પહેલા હાથરસના પોલીસ અધિક્ષક વિક્રાંત વીર (Vikram Veer)એ જણાવ્યું હતું કે 14 સપ્ટેમ્બરે થયેલા આ સામૂહિક દુષ્કર્મ કેસમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી તરફ, પીડિતાના પરિજનોનો આરોપ છે કે ગામમાં ઠાકુર જાતિના દબંગ લોકોએ ઉન્નાવ જેવી જધન્ય ઘટનાનું પુનરાવર્તન કરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: