નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળમાં (Modi Government)બુધવારે મોટો ફેરફાર થયો છે. કેન્દ્ર સરકારે 43 મંત્રીપદ માટે ફેરફાર કર્યો છે. નવા ચહેરા, અલગ-અલગ જાતિઓ, ક્ષેત્રોથી સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણા મંત્રીઓના રાજીનામાં લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીના મંત્રીમંડળમાં થયેલા ફેરફારમાં ચૂંટણી રણનિતી પણ જોવા મળી રહી છે.
સૌથી પહેલા વાત દેશના સૌથી વધારે વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશની. ઉત્તર પ્રદેશમાં આગામી સાત મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી થવાની છે. અત્યાર સુધી યૂપીના કોઇ પણ દલિત સાંસદને મંત્રી બનાવ્યા ન હતા. યૂપી ચૂંટણી પહેલા આ સમુદાયને મોટી જવાબદારી આપવામાં આવી છે. પછાત સમદાયની જેમ દલિત સમુદાયમાંથી પણ ત્રણ-ત્રણ મંત્રીઓનો કેબિનેટમાં સમાવેશ કરાયો છે.
આગ્રાથી એસપી સિંહ બધેલ, જાલૌનથી ભાનુ પ્રતાપ સિંહ વર્મા અને લખનઉની મોહનલાલગંજ સીટથી કૌશલ કિશોર ત્રણ દલિત સમુદાયથી છે. બ્રાહ્મણોની તથાકથિત નારાજગી જોતા ભાજપાએ એક બ્રાહ્મણ ચહેરાને મંત્રી પદ આપ્યું છે. ચંદૌલી સાંસદ મહેન્દ્રનાથ પાંડેય સાથે હવે લખીમપુર ખીરીના સાંસદ અજય મિશ્રા પણ મંત્રી હશે. આ સિવાય સહયોગી પાર્ટી અપના દલના નેતા અનુપ્રિયા સિંહ પટેલને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આ સિવાય પંકજ ચૌધરી, બીએલ વર્માને ઓબીસી મતદાતાઓને સાધવા માટે સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યથી હવે મંત્રીમંડળમાં 7 મંત્રી છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ છે. જયશંકર ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ પ્રમોટ કરી કેબિનેટ મંત્રી બનાવ્યા છે. આ સિવાય દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. મંત્રીમંડળમાં ગુજરાતી મંત્રીઓને સ્થાન આપીને ગુજરાતમાં રાજનીતિક સમીકરણ સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં રાજનીતિક સમીકરણ સાધવાનો પ્રયત્ન
મહારાષ્ટ્રમાં પણ ઘણા નેતાઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં સૌથી પ્રમુખ નામ નારાયણ રાણેનું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં નારાયણ રાણે કદાવર નેતા છે. આગામી વર્ષે બીએમસીની ચૂંટણી થવાની છે. આવામાં પાર્ટી તેમના પ્રભાવનો ઉપયોગ કરી મતદાતાને લુભાવવા પ્રયત્ન કરશે. રાજ્યમાં જાતિય સમીકરણ સાધવા માટે ડો ભારતી પવાર, કપિલ પાટિલ અને ભગવત કરદને સ્થાન આપવામાં આવ્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર