Home /News /national-international /

UP Ground Breaking Ceremony 3.0: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

UP Ground Breaking Ceremony 3.0: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

પીએમ નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશ પ્રવાસ

PM Modi UP visit: વડાપ્રધાન લખનૌમાં શિલાન્યાસ સમારોહ દરમિયાન 80,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની 1406 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં કૃષિ અને સંલગ્ન, IT અને ઇલેક્ટ્રોનિક્સ, MSME, ઉત્પાદન, નવીનીકરણીય ઉર્જા, ફાર્મા, પ્રવાસન, સંરક્ષણ અને એરોસ્પેસ, હેન્ડલૂમ અને કાપડ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં દેશના ઉદ્યોગપતિઓએ પણ હાજરી આપી છે.

વધુ જુઓ ...
    યોગી સરકાર (Yogi Government)ના ઔદ્યોગિક મંત્રી નંદ ગોપાલ નંદી (Industrial minister Nand Gopal Nandi)એ શિલાન્યાસ સમારોહને સંબોધિત કરતા કહ્યું કે, આજે 80 હજાર કરોડથી વધુની યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે. આ એ વાતનો પુરાવો છે કે યુપીમાં દેશના ઉદ્યોગ સાહસિકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. વી વન ટ્રિલિયન ઇકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વમાં દેશ વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસનો નવો પવન ફૂંકાઈ રહ્યો છે.

    (આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે....)
    Published by:Rahul Vegda
    First published:

    Tags: PM Modi Live, પીએમ મોદી

    આગામી સમાચાર