નાન બનાવતા બનાવતા તેમા થૂંકતો હતો કારીગર, તમે પણ જુઓ ઘૃણા ઉપજાવે તેવો Viral Video

નાન બનાવતા બનાવતા તેમા થૂંકતો હતો કારીગર, તમે પણ જુઓ ઘૃણા ઉપજાવે તેવો Viral Video
આ મામલો ધ્યાનમાં આવતા જ પોલીસ એક્શનમમાં આવી ગઇ હતી. પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી હતી.

આ મામલો ધ્યાનમાં આવતા જ પોલીસ એક્શનમમાં આવી ગઇ હતી. પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી હતી.

 • Share this:
  મેરઠ પછી હવે ગાઝિયાબાદમાં (Ghaziabad) પણ નાન બનાવનાર કારીગરનો રોટલી પર થૂંકવાનો (Spitting on nan) વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આરોપીનો 19 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી (Viral Video) રહ્યો છે. આ મામલો ધ્યાનમાં આવતા જ પોલીસ એક્શનમમાં આવી ગઇ હતી. પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ (Arrested) કરી જેલ ભેગો કરી દીધો છે.

  19 સેકન્ડના આ વીડિયોમાં જે યુવક નાન પર થૂંકી રહ્યો છે તેનું નામ મોહસીન છે. આ યુવક નાનને તંદૂરમાં મૂકતા પહેલા તેની પર થૂંકે છે. આ આરોપીએ લીલી ટી શર્ટ અને પેન્ટ પહેર્યો છે. આ યુવક એક સગાઇ સમારોહમાં જમવાનું બનાવી રહ્યો છે.  અંબાલાલ પટેલની આગાહી: 19થી 23 માર્ચ દરમિયાન ગુજરાતના આ ભાગમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા

  આ મામલો ગાઝિયાબાદના ભોજપુર વિસ્તારનો છે. જ્યાં ગત ગુરૂવારે ગામની એક શાળાના પરિસરમાં સગાઇ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સગાઇમાં જમવાનું બનાવી રહેલા કારીગર રોટલીઓ પર થૂંકતો દેખાઇ રહ્યો છે. લોકોએ પીએમ મોદી અને સીએમ યોગી પાસે ટ્વીટરના માધ્યમથી ફરિયાદ કરી છે. જે બાદ પોલીસે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી અને તેને જેલ ભેગો કરી દીધો છે.  પોલીસ અનુસાર ધરપકડ કરાયેલ કારીગરનું નામ મોહસિન છે. જે મુરાદાબાદ વિસ્તારનો રહેવાસી છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ભોજન બનાવી રહેલો કારીગર અને તેનો સાથી તંદુર પર નાન બનાવી રહ્યો છે. નાન બનાવી રહેલો એક કારીગર પ્રત્યેક નાન બનાવતા દરમિયાન તેના પર થૂંકી રહ્યો હતો.

  VIDEO: ઋષભ પંતે આર્ચરના બોલ પર પર મારી સિક્સર, તમે જોયો કે નહીં આ વાયરલ રિવર્સ શોટ

  આ દરમિયાન કોઇ વ્યક્તિએ તેનો વીડિયો બનાવી લીધો. વીડિયો વાયરલ થયા બાદ આયોજકો દ્વારા થયેલ ફરિયાદના અનુસંધાનમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.  એસ.પી. ઇરાઝ આ અંગે જણાવે છે કે, સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિએ ગાઝિયાબાદ પોલીસને એક સગાઇ સમારોહમાં થૂંક લગાવી નાન બનાવાની ઘટનાની જાણકારી આપી. જે અંગે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આ આખા મામલામાં આરોપી વિરૂદ્ધ મહામારી એક્ટ સહિત અલગ-અલગ કલમોમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
  Published by:Kaushal Pancholi
  First published:March 14, 2021, 09:39 am

  ટૉપ ન્યૂઝ