Home /News /national-international /

UP Elections: અમિત શાહે જ્યાંથી શરુ કર્યો હતો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર, ત્યાં નોંધાયું રેકોર્ડ મતદાન

UP Elections: અમિત શાહે જ્યાંથી શરુ કર્યો હતો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર, ત્યાં નોંધાયું રેકોર્ડ મતદાન

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કૈરાનાથી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની શરૂઆત કરી હતી. (Image- Twitter/@AmitShah)

UP 1st Phase Election: ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે (Amit Shah) શામલી જિલ્લા અંતર્ગત આવતા કૈરાના વિધાનસભા ક્ષેત્રથી આ વખતે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને પ્રથમ ચરણની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કૈરાના વિધાનસભા સીટ પર નોંધાયું છે.

વધુ જુઓ ...
  લખનૌ. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Elections) 2022ના પહેલા ચરણ માટે 10 ફેબ્રુઆરીએ મતદાન થયું. મતદારોએ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો. જો કે, ગયા વર્ષની સરખામણીએ આ વખતે મતદાનની કુલ ટકાવારી થોડી ઓછી રહી. આ દરમિયાન કેટલાક રસપ્રદ તથ્યો સામે આવ્યા છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા અમિત શાહે (Amit Shah) શામલી જિલ્લા અંતર્ગત આવતા કૈરાના વિધાનસભા ક્ષેત્રથી આ વખતે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. કૈરાનામાં પણ પ્રથમ ચરણ હેઠળ મતદાન થયું હતું.

  ચૂંટણી પંચ દ્વારા જારી આંકડા અનુસાર, પ્રથમ ચરણની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કૈરાના વિધાનસભા સીટ પર નોંધાયું છે. અહીં મતદાનની ટકાવારી 75.12 રહી. જણાવી દઈએ કે સ્થળાંતરને લઈને કૈરાના ચર્ચામાં છે અને આ વખતની ચૂંટણીમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

  જણાવી દઈએ કે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે પશ્ચિમી ઉત્તર પ્રદેશથી વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે 22 જાન્યુઆરીએ કૈરાનામાં ડોર ટુ ડોર કેમ્પેઈન કરીને પાર્ટી માટે વોટ માંગ્યા હતા. અમિત શાહે વિધાનસભા ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત એ હિંદુ પરિવારોના ઘરોથી કરી, જેમણે કથિત રીતે વર્ષ 2017 પહેલા સ્થળાંતર કર્યું હતું અને હવે પાછા પોતાના ઘરે આવી ગયા છે.

  આ પણ વાંચો: Assembly Elections 2022: પહેલવાન ધ ગ્રેટ ખલી ભાજપમાં સામેલ, રાષ્ટ્ર પ્રત્યે પીએમ મોદીના કામની કરી પ્રશંસા

  આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે કૈરાનાના લોકો હવે ભય હેઠળ નથી રહ્યા. બીજેપીના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે કાયદા-વ્યવસ્થાની સંતોષજનક સ્થિતિ વિકાસ માટે પ્રાથમિક શરત છે. અમિત શાહે કહ્યું હતું કે યોગી આદિત્યનાથની સરકારે ઉત્તર પ્રદેશમાં આ સુનિશ્ચિત કર્યું છે.

  શામલીમાં છે કૈરાનાની સીટ

  કૈરાના વિધાનસભા સીટ શામલી જિલ્લા અંતર્ગત આવે છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, શામલીમાં કુલ 69.42 ટકા મતદાન થયું. આ ક્ષેત્રમાં કૈરાના ઉપરાંત શામલી અને થાના ભવન વિધાનસભા ક્ષેત્ર આવે છે. શામલીમાં 67.50% અને થાના ભવનમાં 65.63% મતદાન થયું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કૈરાનામાંથી હિંદુઓનું સ્થળાંતર એક મોટો મુદ્દો બન્યો હતો.

  આ પણ વાંચો: Hijab Row: હાઇકોર્ટે કહ્યું- નિર્ણય ના આવે ત્યાં સુધી ધાર્મિક કપડા ના પહેરે વિદ્યાર્થિનીઓ

  623 ઉમેદવારોનું ભાગ્ય EVMમાં બંધ

  ચૂંટણી આયોગના ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણનું મતદાન ગુરુવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયું. પ્રથમ ચરણમાં 60.51 ટકા મતદાન થયું. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ કેટલીક જગ્યાએ EVMમાં ટેકનિકલ ખામી હોવાના અહેવાલ આવ્યા. આ ચરણમાં 623 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 73 મહિલા ઉમેદવારો છે અને લગભગ 2.27 કરોડ મતદાતાઓએ રાજ્યના પશ્ચિમ ક્ષેત્રના 11 જિલ્લાઓમાં ફેલાયેલા કુલ 58 મતવિસ્તારોમાં ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Amit shah, Assembly elections 2022, National News in gujarati, UP Elections 2022, Uttar Pradesh elections

  આગામી સમાચાર