UP Elections: પ્રયાગરાજમાં મતદાન કેન્દ્ર નજીક બોમ્બ વિસ્ફોટથી ખળભળાટ, અનેક લોકો ઘાયલ
UP Elections: પ્રયાગરાજમાં મતદાન કેન્દ્ર નજીક બોમ્બ વિસ્ફોટથી ખળભળાટ, અનેક લોકો ઘાયલ
આ બોમ્બ વિસ્ફોટની ઘટના પ્રયાગરાજમાં મતદાન મથકથી 10 મીટર દૂર બની હતી.
Bomb Blast in Allahabad: યુપી વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન પ્રયાગરાજથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખરમાં અહીં મતદાન મથકથી 10 થી 15 મીટરના અંતરે બોમ્બ વિસ્ફોટના કારણે ખળભળાટ મચી ગયો છે.
યુપી વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન પ્રયાગરાજથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખરમાં અહીં મતદાન મથકથી 10 થી 15 મીટરના અંતરે બોમ્બ વિસ્ફોટના કારણે ખળભળાટ મચી ગયો છે. જેમાં બે લોકો ઘાયલ થયા છે.
આ બોમ્બ વિસ્ફોટની ઘટના પ્રયાગરાજમાં મતદાન મથકથી 10 મીટર દૂર બની હતી. મળતી માહિતી મુજબ એક યુવક સાઈકલ પર બોમ્બ લઈને ક્યાંક જઈ રહ્યો હતો, આ દરમિયાન સાઈકલ સાથે પડી જવાને કારણે બોમ્બ ફાટ્યો હતો. આ દરમિયાન તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
પ્રયાગરાજના કારેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. ADG પ્રયાગરાજ ઝોન પ્રેમ પ્રકાશના જણાવ્યા અનુસાર, રામગઢ કોરાંવના રહેવાસી સંજય અને અર્જુન નામના બે યુવકો સાઇકલથી ક્યાંક જઇ રહ્યા હતા. આ દરમિયાન સાઇકલ પડી જવાને કારણે વિસ્ફોટ થયો હતો. સાયકલ પર એક બેગ લટકાવવામાં આવી હતી. જેમાં આ વિસ્ફોટક હતો. તેમણે કહ્યું કે આમાં અર્જુનના પુત્ર બાબુલાલનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક ઘાયલ છે. જેને પકડવામાં આવ્યો છે. આ બંને ચૂંટણી વિસ્તારમાં ફરતા હતા. કદાચ બંને ક્યાંક સપ્લાય કરવા જતા હતા. જ્યારે તેનો સાથી સંજય ઘાયલ થયો છે. પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
આ સાથે એડીજી પ્રયાગરાજ ઝોન પ્રેમ પ્રકાશે કહ્યું કે પોલીસની પૂછપરછમાં જાણવા મળશે કે આ બંને કોઈ બેરિયરને ક્રોસ કરીને અહીં આવ્યા છે અને તેમનો હેતુ શું હતો. આ સાથે તેમણે બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. આ ઉપરાંત ચૂંટણી સાથે તેનો કોઈ સંબંધ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચુંટણી (Assembly Election 2022) હેઠળ રવિવારે ઉત્તર પ્રદેશમાં પાંચમાં ચરણમાં મતદાન થવાં જઇ રહ્યું છે. આ હેઠળ 12 જિલ્લાની 61 બેઠક પર આજે વોટિંગ કરવામાં આવી રહ્યું છે. આ તબક્કામાં યૂપીનાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ, કોંગ્રેસ નેતા આરાધના મિશ્રા, પલ્લવી પટેલ સહિત ઘણાં નેતાઓની કિસ્મત ઇવીએમમાં કેદ થઇ ગઇ હતી.
યુપી વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી 46.28 ટકા મતદાન થયું છે. ત્યાં જ મતદાન જિલ્લાઓમાં બૂથ પર લાંબી કતારો છે. બપોરના 3 વાગ્યા સુધી ચિત્રકૂટમાં સૌથી વધુ 51.56 ટકા મતદાન થયું છે. ત્યાં જ 12 વિધાનસભા બેઠકો ધરાવતા પ્રયાગરાજમાં 42.62 ટકા મતદાન થયું છે જે 12 જિલ્લાઓમાં સૌથી ઓછું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર