લખનઉ : સમાજવાદી પાર્ટીના (samajwadi party)પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) રવિવારે લખનઉમાં (lucknow)એક પ્રેસ કોન્ફરન્સમાં યોગી સરકાર (Yogi Government)પર મોટો આરોપ લગાવ્યો છે. અખિલેશ યાદવે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે અમારા ફોન ટેપ (phone trapping)થઇ રહ્યા છે અને સાંજે સીએમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath)પોતે આ રેકોર્ડિંગ સાંભળે છે. સમાજવાદી પાર્ટીના બધા ફોન રોજ સાંભળવામાં આવે છે, પાર્ટી કાર્યાલયના બધા લેન્ડલાઇન પણ સાંભળવામાં આવી રહ્યા છે. સપા પ્રમુખે કહ્યું કે અમારા ફોન પણ સાંભળવામાં આવી રહ્યા છે.
અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરો પ્રહાર કર્યો
પોતાની પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાય અને પોતાના અંગત સચિવ જૈનેંન્દ્ર યાદવ સહિત નજીકના નેતાઓના સ્થળો પર કરવામાં આવેલી ઇન્કમટેક્સ વિભાગની રેડના બીજા દિવસે અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરો પ્રહાર કર્યો છે અને તેમને અનુપયોગી મુખ્યમંત્રી ગણાવ્યા. અખિલેશે કહ્યું કે તેમની પાર્ટીઓના નેતાઓના સ્થળ પર છાપેમારી એ વાતનો સંકેત છે કે બીજેપી ચૂંટણી હારવાની છે.
હજુ સીબીઆઈ અને ઇડીનું આવવાનું બાકી છે - અખિલેશ યાદવ
આ પહેલા ઇન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહી પર પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે હાલ તો ફક્ત ઇન્કમટેક્સની ટીમ આવી છે, હજુ સીબીઆઈ અને ઇડીનું આવવાનું બાકી છે. તેમણે કહ્યું કે ભાજપા હારી રહી છે આ કારણે અમારા નેતાઓ પર રેડ પડી રહી છે. જો તેમની પાસે પહેલાથી જ જાણકારી હતી તો કાર્યવાહી કરવી જોઈતી હતી. જોકે સાઇકલની ઝડપ ઓછી થશે નહીં.
અખિલેશે કહ્યું - યૂપીમાં બીજેપીનો સફાયો થવા જઈ રહ્યો છે
અખિલેશ યાદવે કહ્યું કે આ જ કામ તેમણે પશ્ચિમ બંગાળમાં કર્યું હતું પણ શું સ્થિતિ થઇ? આવામાં યૂપીમાં પણ ખરાબ રીતે હારવા જઈ રહ્યા છે. યૂપીમાં બીજેપીનો સફાયો થવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે શનિવારે ઇન્કમટેક્સ વિભાગની ટીમે ઉત્તર પ્રદેશના લખનઉ, મૈનપુરી અને મઉમાં સપા પ્રમુખ અખિલેશ યાદવના નજીકના અને સપા નેતાઓના ઘરે અને કાર્યાલય પર રેડ કરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર