Home /News /national-international /

નીતિન ગડકરીનું યુપીના લોકોને વચન - 5 વર્ષમાં અમેરિકાના માપદંડો અનુસાર રસ્તાઓ બનશે

નીતિન ગડકરીનું યુપીના લોકોને વચન - 5 વર્ષમાં અમેરિકાના માપદંડો અનુસાર રસ્તાઓ બનશે

ઉત્તર પ્રદેશ ચૂંટણી - નીતિન ગડકરીએ અમિરાકાના માપદંડ અનુસાર રસ્તા બનાવવાનો વાયદો કર્યો

UP Elections 2022 : નીતિન ગડકરી Nitin Gadkari એ દાવો કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં સંપૂર્ણ બહુમતી મેળવશે. તેમણે કહ્યું હતું કે અમેરિકાના રસ્તા સારા નથી કારણ કે અમેરિકા સમૃદ્ધ છે, અમેરિકા સમૃદ્ધ છે કારણ કે તેની પાસે સારા રસ્તા છે

વધુ જુઓ ...
  UP Elections 2022 : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ગુરુવારે મતદાન શરૂ થઈ ગયું છે અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) એ દાવો કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્યમાં સંપૂર્ણ બહુમતી મેળવશે. આ સાથે તેમણે 'ગુંડારાજ'ને સંભાળવા અને તેને દૂર કરવાના યોગી સરકાર (Yogi Goverment) ના પ્રયાસોની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ની સરકારે રાજ્યમાં ઘણાં વિકાસ કાર્યો કર્યા છે.

  CNN-NEWS18 સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીને પૂછવામાં આવ્યું કે, યુપી ચૂંટણી (UP Election) માં પાર્ટીની શું શક્યતાઓ છે? આના પર તેમણે કહ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે ઉત્તર પ્રદેશમાં અમને પૂર્ણ બહુમતી મળશે, કારણ કે જો તમે વર્તમાન સ્થિતિની સમાજવાદી પાર્ટીના શાસન સાથે સરખામણી કરશો તો બંને શાસનની સરખામણીમાં સ્પષ્ટ સંકેત મળશે કે ત્યાં એસપીના સમયમાં કાયદો અને વ્યવસ્થાનો અભાવ હતો.સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.

  તેમણે કહ્યું કે, યોગી આદિત્યનાથને એનો શ્રેય જાય છે કે તેમણે યુપીમાં ગુંડારાજને કેવી રીતે હેન્ડલ કર્યું અને તેને બહાર કાઢ્યું અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનું આ એક કારણ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ એક કારણ છે કે સામાન્ય જનતાને યોગી પર વિશ્વાસ છે અને તેનો 100 ટકા મતલબ છે કે યુપીમાં ભાજપની જીત થશે.

  બીજેપીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે બીજી મહત્વની વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગીની આ ડબલ એન્જિન સરકારે યુપીને ઘણા શાનદાર વિકાસ પ્રોજેક્ટ આપ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રોડ ઈન્ફ્રાનો સવાલ છે, મેં લોકોને વચન આપ્યું છે કે, 5 વર્ષમાં અમે યુપીના રસ્તાઓ અમેરિકાના સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવીશું. આ દરમિયાન તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન કેનેડીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમણે કહ્યું હતું કે અમેરિકાના એટલા માટે રસ્તા સારા નથી કારણ કે અમેરિકા સમૃદ્ધ છે, પરંતુ અમેરિકા સમૃદ્ધ છે કારણ કે તેની પાસે સારા રસ્તા છે. ગડકરીએ કહ્યું કે, રસ્તાઓ સમૃદ્ધિ લાવશે અને તેનાથી યુપીમાં માથાદીઠ અને જીડીપી વૃદ્ધિમાં રોજગારીની વધુ તકો આવશે.

  આ પણ વાંચોPM Narendra Modi Interview: પ્રધાનમંત્રીએ કૃષિ કાયદા પર કહ્યું- દેશના હિતમાં કાયદા પાછા ખેંચ્યા

  ગડકરીએ કહ્યું કે કૃષિ ક્ષેત્રે, યુપીમાં મોટાભાગના ખેડૂતો શેરડી ઉગાડે છે અને બાયોફ્યુઅલ અને ઇથેનોલ નીતિને કારણે સુગર મિલો સધ્ધર છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે ખેડૂતોને સરકારના ટેકાથી શેરડીના પૈસા મળી રહ્યા છે, જે અગાઉ વિલંબિત હતા. તેમણે કહ્યું કે ખાંડ મિલો તરફથી ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ આપવામાં આવી છે, જે એક મોટી ઉપલબ્ધિ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: CM Yogi Adityanath, Nitin Gadkari, UP Election, UP Elections 2022, Yogi adityanath, પીએમ નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन