Home /News /national-international /UP Election: સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સ્લોગનનાં બહાને રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ

UP Election: સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના સ્લોગનનાં બહાને રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022)ના પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ રાહુલ ગાંધી (Rahul Gandhi)નું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કર્યો હતો.

યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022)ના પ્રથમ તબક્કા માટે 10 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને તેથી જ તમામ રાજકીય પક્ષો જોરશોરતી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન યુપીના આગ્રામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ પહેલા અસરકારક જનસંવાદ કર્યો અને પછી ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. માત્ર આટલું જ નહીં આ દરમિયાન તેમણે સમાજવાદી પાર્ટીની સાથે કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. આ પ્રવાસ પર ભાજપના નેતાએ કોંગ્રેસ મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ના સૂત્રોચ્ચારનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધી (Rahul Gandhi)નું નામ લીધા વિના તેમના પર કટાક્ષ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સપા બદલાની રાજનીતિ કરે છે અને તેમના ઉમેદવારો પહેલાથી જ બદલો લેવાની વાત કરી રહ્યા છે. લોકોને ધમકીઓ આપી રહ્યા છે.

ખરેખરમાં પ્રિયંકા ગાંધીના સ્લોગન 'હું છોકરી છું, હું લડી શકું છું' વિશે મીડિયાના એક પ્રશ્ન પર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું, 'કારણ કે તે (પ્રિયંકા ગાંધી) સંકેત આપી રહી છે કે ઘરમાં જે છોકરો (રાહુલ ગાંધી)છે. જે લડી શકતો નથી. પ્રેસ કોન્ફરન્સનો આ છેલ્લો સવાલ હતો અને તે પછી સ્મૃતિ ઈરાની હસતાં હસતાં ત્યાંછી ચાલ્યા ગયા હતા. આ પછી તેમણે આગ્રાના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરતા ભાજપને વોટ આપવા અપીલ કરી હતી.

અપર્ણા યાદવે પણ કોંગ્રેસને ઘેરી હતી

આટલું જ નહીં તાજેતરમાં જ ભાજપમાં સામેલ થયેલ સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવે પણ પ્રિયંકા ગાંધીના આ નારા પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, 'શું પંજાબમાં છોકરીઓ નથી, રાજ્યમાં કોંગ્રેસની મહિલા અધ્યક્ષે પાર્ટી પર મહિલાઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. યુપીની ચૂંટણીમાં કોંગ્રેસને આ સ્લોગનને યાદ આવી રહ્યું છે, પરંતુ અન્ય જગ્યાએ તેનો અમલ કેમ નથી કરતા?

આ પણ વાંચો- PM modi Mann ki Baat : Unsung Heroes અંગે જાણો, તેમાંથી ઘણું શીખવા મળશે: PM મોદી

ઉત્તર પ્રદેશમાં ક્યારે મતદાન

આ વખતે યુપીમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે. તેની શરૂઆત 10 ફેબ્રુઆરીએ પશ્ચિમ યુપીના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. આ પછી બીજા તબક્કામાં રાજ્યની 55 સીટો પર મતદાન થશે. ત્યાં જ ત્રીજા તબક્કામાં 59 બેઠકો, ચોથા તબક્કામાં 60, પાંચમા તબક્કામાં 60 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 57 અને સાતમા તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ, બીજા તબક્કાનું 14 ફેબ્રુઆરીએ, ત્રીજા તબક્કાનું 20 ફેબ્રુઆરીએ, ચોથા તબક્કાનું 23 ફેબ્રુઆરીએ, પાંચમાં તબક્કાનું 27 ફેબ્રુઆરીએ, છઠ્ઠા તબક્કાનું 3 માર્ચે અને સાતમા તબક્કાનું માર્ચે મતદાન થશે. ત્યાં જ યુપી ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.

આ પણ વાંચો- Rajasthan: દલિત યુવકનું અપહરણ કરી બાંધીને લાકડી વડે માર માર્યો, દારૂ બાદ પીવડાવ્યો પેશાબ, હાલત ગંભીર

2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 403માંથી 325 બેઠકો જીતી હતી. સપા અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. સપાને 47 અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી. માયાવતીની બસપા 19 બેઠકો જીતવામાં સફળ રહી હતી. ત્યાં જ 4 બેઠકો પર અન્યએ કબજો કર્યો હતો.
First published:

Tags: Smriti Irani, UP Elections 2022, રાહુલ ગાંધી