UP Election Results: હસ્તિનાપુર સીટ પર ન ચાલ્યો Bikini Girlનો જાદુ, હારી ગઈ કોંગ્રેસની અર્ચના ગૌતમ
UP Election Results: હસ્તિનાપુર સીટ પર ન ચાલ્યો Bikini Girlનો જાદુ, હારી ગઈ કોંગ્રેસની અર્ચના ગૌતમ
અર્ચના ગૌતમ ચૂંટણી હારી
UP Election Results Bikini girl Archana Gautam: તે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં (Glamor industry) તે ખાસ ઓળખ બનાવવામાં નિષ્ફળ નીવડી છે. આ નિષ્ફળતા બાદ હવે તે દેશ સેવાના નામે રાજકારણમાં (political career) પોતાનું નસીબ અજમાવવા કુદી પડી પણ અહીંયા તેને નિષ્ફળતાનો ફરી સામનો કરવો પડ્યો છે.
ઉત્તર પ્રદેશની હસ્તિનાપુર વિધાનસભા ક્ષેત્ર (Hastinapur Assembly Constituency) આ વખતે ખૂબ જ ચર્ચામાં છે અને તેનું કારણ કોંગ્રેસની ઉમેદવાર અર્ચના ગૌતમ છે, જેની સામે હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. એક હિન્દુત્વવાદી નેતાએ તો એટલે સુધી કહ્યું હતું કે જો અર્ચના ચૂંટણી જીતશે તો તેનું માથું કાપી નાખવામાં આવશે. અર્ચનાને બિકીની ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે.
aઅર્ચના 2018માં મિસ બિકીની ગર્લ ઈન્ડિયા (Miss Bikini India 2018) એવોર્ડ જીતી ચુકી છે. જો કે આ બાદ પણ તે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં તે ખાસ ઓળખ બનાવવામાં નિષ્ફળ નીવડી છે. આ નિષ્ફળતા બાદ હવે તે દેશ સેવાના નામે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવવા કુદી પડી પણ અહીંયા તેને નિષ્ફળતાનો ફરી સામનો કરવો પડ્યો છે.
નિષ્ફળ નીવડ્યો કોંગ્રેસનો પ્રયાસ
બિકીની ગર્લ તરીકે જાણીતી અર્ચના ગૌતમે પોતાની વિધાનસભા સીટ પરથી હારનો સામનો કર્યો છે. આ સાથે જ હસ્તિનાપુરમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (Bhartiya Janata Party)ના ધારાસભ્ય દિનેશ ખટીક (Dinesh Khatik)ની જીત નિશ્ચિત થઈ છે. કોંગ્રેસે મોડેલ-કમ-રાજકારણી અર્ચના ગૌતમ (Archana Gautam Congress)ને ચૂંટણીમાં ઉતારીને હસ્તિનાપુરના રાજકારણને અલગ રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પાર્ટીના પ્રયાસો લગભગ નિષ્ફળ ગયા છે.
રાજ્યમાં ભલે ભાજપ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન (Samajwadi Party Alliance) વચ્ચે સ્પર્ધા ચાલી રહી હોય પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસના ઉમેદવારે ભારે ચર્ચા જગાવી હતી. 403 ઉત્તર પ્રદેશ વિધાનસભા માટે મત ગણતરી ચાલી રહી છે અને પ્રાથમિક તારણો અનુસાર ભારતીય જનતા પાર્ટી હસ્તિનાપુરમાં આગળ છે અને ભૂતપૂર્વ મિસ બિકીની ઈન્ડિયા મોડલ 5માં નંબર પર ઘણી પાછળ છે.
કંઈક આવો હતો અર્ચના ગૌતમનો સંધર્ષ
મેરઠની હસ્તિનાપુર સીટથી કોંગ્રેસના ઉમેદવાર, અભિનેત્રી અર્ચનાએ પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું કે, તે ઘરે ઘરે ભેંસનું દૂધ પહોંચાડતી હતી. અર્ચનાના પિતા પોલીસમાં ચોથા વર્ગના કર્મચારી હતા અને તેની માતાએ તેની કાનની બુટ્ટી ગીરવે મુકી હતી અને તેને અભિનય માટે મુંબઈ મોકલી હતી. જો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ તેને વધુ ઓળખ મળી શકી નથી.
જલ્દી જ રીલિઝ થશે અર્ચના ગૌતમની આઈપીએલ ફિલ્મ
અર્ચનાએ સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને ટૂંક સમયમાં જ તેની ફિલ્મ IPL રિલીઝ થવા જઈ રહી છે, જેની ઝલક તેણે તેના સોશિયલ એકાઉન્ટ પર શેર કરી છે. અર્ચના 2014માં મિસ યુપી અને 2018માં મિસ બિકીની ઈન્ડિયા રહી ચૂકી છે. તેણે મલેશિયામાં મિસ બિકીની વર્લ્ડમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અભિનેત્રીએ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હસીના પારકર, બારાત કંપની, જંકશન વારાણસી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર