યૂપીના સીએમ યોગી આદિત્યનાથના વિસ્તાર હોવાના કારણે ગોરખપુર લોકસભા પેટા ચૂંટણીમાં દેશભરનું ધ્યાન રહેલું છે. બીજો પણ એક કારણ છે, જેના કારણે આ વિસ્તાર ચર્ચામાં આવ્યો છે. અહી મતગણતરી માટે બે 'મડદા'ઓને પણ નોકરીએ લગાવી દેવામાં આવ્યા છે.
અસલમાં, મતગણતરી માટે તેવા લોકોને પણ નોકરીએ લગાવી દીધા છે, જેમની મોત થઈ ગઈ છે. જિલ્લા પ્રશાસને મતદાન ડ્યૂટીમાં પણ એવી જ ભૂલ કરી હતી. ભૂલમાંથી શિખામણ લેવાની જગ્યાએ અધિકારીઓએ તેનું પૂનરાવર્તન કર્યું હતું. મતગણતરીમાં તેવા લોકોની ડ્યુટી લગાવી છે, જેઓ મરી ચૂક્યા છે.
આ બાબતને લઈને રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદે જિલ્લા નિર્વાચન અધિકારીને ફરિયાદ નોધાવી છે. જણાવવામાં આવ્યું છે કે, લોક નિર્માણ વિભાગના જૂનિયર એન્જિનિયર રાકેશ કુમાર અને અનિલ કુમારની એક વર્ષ પહેલા જ મોત થઈ ચૂકી છે. તે છતાં તેમની મતગણતરીમાં નોકરી લગાવવામાં આવી છે.
ગોરખપુરના 19.49 લાખ મતદાતાઓમાંથી 9.34 લાખ લોકોએ પોતાના મતનો ઉપયોગ કર્યો છે. અહી પ્રથમ વખત ગોરખનાથ પીઠથી બહારનો કોઈ વ્યક્તિ ઈલેક્શન લડી રહ્યો છે. બીજેપીથી ઉપેન્દ્ર દત્ત શુક્લ, સપાથી પ્રવિણ નિષાદ અને કોંગ્રેસથી ડો. સુરહિતા કરીમ મેદાનમાં છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર