લખનઉ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન (Uttar Pradesh Assembly Elections 2022) આજે સમાપ્ત થઇ ગયું છે. સાત તબક્કામાં યોજાયેલા મતદાન દ્વારા બધા દળોએ પોતાની સરકાર બનશે તેવો દાવો કર્યો છે. હવે બધા 10 માર્ચની રાહ જોઈ રહ્યા છે કારણ કે તે દિવસે પરિણામ જાહેર થશે. આ પહેલા તમામ ન્યૂઝ ચેનલો એક્ઝિટ પોલના (Exit Poll 2022) માધ્યમથી એ બતાવવાનો પ્રયત્ન કરશે કે આગામી સરકાર કોણ બનાવશે. જોકે આ ફક્ત ન્યૂઝ ચેનલના સર્વે પર આધારિત હોય છે અને તેની કોઇ પ્રમાણિકતા હોતી નથી. જોકે લોકોમાં એક્ઝિટ પોલને (Exit Poll)લઇને ઘણી ઉત્સુકતા હોય છે. ઉત્તર પ્રદેશના તમામ એક્ઝિટ પોલમાં ભાજપાને પૂર્ણ બહુમત મળી રહી છે.
તમામ એજન્સીઓના એક્ઝિટ પોલ એ ઇશારો કરી રહ્યા છે કે યૂપીમાં ફરી ભાજપા સરકાર બની શકે છે. ઉત્તર પ્રદેશને લઇને અત્યાર સુધી આવેલા બધી ચેનલો-એજન્સીઓના એક્ઝિટ પોલમાં ભાજપાને બહુમત મળતું જોવા મળી રહ્યું છે. ન્યૂઝ 18 ના મહાપોલમાં પણ યૂપીમાં આસાનીથી ભાજપાની સરકાર બનતી જોવા મળી રહી છે.
બધા એક્ઝિટ પોલના આધારે પોલ ઓફ પોલ્સ એટલે કે મહાપોલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ફરીથી યોગી આદિત્યનાથની બુલડોઝર વાળી સરકારની વાપસી થતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલ્સમાં ભાજપાને 231-251 સીટોનો અંદાજ છે. ગત વર્ષની સરખામણીમાં સપાને પણ ફાયદો થતો જોવા મળી રહ્યો છે. પોલ ઓફ પોલ્સ પ્રમાણે સપા લગભગ 150 સીટોનો આંકડો પાર કરતી જોવા મળી રહી છે.
POLL OF POLLS માં કોને કેટલી સીટો
BJP+- 231-251 SP+ – 135-155 BSP- 9-15 INC- 2-6
" isDesktop="true" id="1186601" >
10 માર્ચે પરિણામ જાહેર થશે
ઉલ્લેખનીય છે ઉત્તર પ્રદેશના સાત ચરણોમાં ચૂંટણી સંપન્ન થઇ છે. એક તરફ બીજેપી ફરી સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. તો સમાજવાદી પાર્ટી નાના-નાના દળો સાથે ગઠબંધન કરીને બીજેપીને સત્તામાંથી બહાર કરવાનો દાવો કરી રહી છે. બસપા, કોંગ્રેસ પણ જીતના દાવા કરી રહી છે. જોકે નિર્ણય તો જનતાએ કરવાનો છે. જે 10 માર્ચે ખબર પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર