લખનઉ : ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી (UP Election 2022) પહેલા નેતાઓ પાર્ટી બદલી રહ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આયુષ મંત્રી ડો. ધર્મ સિંહ સૈનીના (Dharam Singh Saini resigns)રાજીનામાથી હડકંપ મચી ગયો છે. આ સાથે યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે (Akhilesh Yadav)કહ્યું કે સામાજિક ન્યાયના એક બીજા યોદ્ધા ડો. ધર્મ સિંહ સૈની જી (Dharam Singh Saini )ના આવવાથી બધાનો મેલ-મિલાપ કરાવનારી અમારી સકારાત્મક અને પ્રગતિશીલ રાજનીતિને વધારે ઉત્સાહ અને બળ મળ્યું છે. સપામાં તેમનું સસન્માન હાર્દિંક સ્વાગત અને અભિનંદન. બાઇસમાં સમાવેશી-સોહાર્દની જીત નિશ્ચિત છે.
રાજીનામા સમયે શું કહ્યું ડો. ધર્મ સિંહ સૈનીએ
ડો. ધર્મ સિંહ સૈનીએ પોતાના રાજીનામામાં લખ્યું કે મેં આયુષ મંત્રી (સ્વતંત્ર પ્રભાર)ના રુપમાં રહીને પોતાની ફરજ નિભાવી છે. જોકે જે અપેક્ષાઓ સાથે દલિતો, પછાત, કિસાનો, શિક્ષિત બેરોજગારો અને નાના અને મધ્યમ શ્રેણીના વેપારીઓએ મળીને ભાજપાની પ્રચંડ બહુમતથી સરકાર બનાવવાનું કામ કર્યું. તેમની અને તેમના જનપ્રતિનિધિયો પ્રત્યે સતત થઇ રહેલા ઉપેક્ષા ભર્યા વલણના કારણે હું યૂપી મંત્રમડળમાંથી રાજીનામું આપું છું.
ડો. ધર્મ સિંહ સૈની 2002માં સરસાવા સીટથી બસપાની ટિકિટ પર પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ પછી 2007માં સરસાવાથી બસપાની ટિકિટ પર ધારાસભ્ય બની અને લોક લેખા સમિતિના ચેરમેન રહ્યા હતા. આ પછી 2017માં તે ભાજપામાં જોઈન થયા હતા અને નકુડથી ધારાસભ્ય બન્યા હતા. ભાજપાએ તેમને આયુષ મંત્રી બનાવ્યા હતા. હવે આ વખતે પક્ષ બદલીને સમાજવાદી પાર્ટી જોઈન કરી છે. સૂત્રોના મતે તે ઘણા સમયથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવના સંપર્કમાં હતા.