Home /News /national-international /UP Election: શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- અખિલેશ યાદવ આજનો 'ઔરંગઝેબ' છે, જે પોતાના પિતાનો ના થયો તે તમારો શું થશે?

UP Election: શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું- અખિલેશ યાદવ આજનો 'ઔરંગઝેબ' છે, જે પોતાના પિતાનો ના થયો તે તમારો શું થશે?

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (ANI)

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan) યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) ના પ્રચાર દરમિયાન દેવરિયામાં સપા અધ્યક્ષ પર જોરદાર પ્રહારો કર્યા છે.

    મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan) યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) ના પ્રચાર દરમિયાન દેવરિયામાં સપા અધ્યક્ષ પર જોરદાર પ્રહારો કર્યા છે. બીજેપી નેતાએ કહ્યું કે અખિલેશ યાદવ (Akhilesh Yadav) આજના ઔરંગઝેબ (Aurangzeb) છે, જે પોતના પિતાનો નથી થયો તે તમારો શું થશે? આ સાથે ચૌહાણે કહ્યું કે આ હું નથી કહી રહ્યો, પરંતુ નેતાજી મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, અખિલેશે જેટલું અપમાન કર્યું છે તેટલું આજ સુધી કોઈએ કર્યું નથી.

    આ પણ વાંચો- UP Election 2022: અમદાવાદ બ્લાસ્ટના ચુકાદા અંગે PM મોદીએ આપી પ્રતિક્રિયા

    આ સાથે બીજેપી નેતાએ કહ્યું કે ઔરંગઝેબે તેના પિતા શાહજહાંને પણ જેલમાં કેદ કર્યા હતા. ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. અખિલેશ યાદવે પણ પોતાની પાર્ટી અને પરિવાર સાથે આવું જ કર્યું છે. આ સાથે તેમણે કહ્યું કે આ અખિલેશ યાદવ અને સપાનું ચરિત્ર છે. ચૌહાણ આજે દેવરિયા જિલ્લાના રામપુર કારખાના, દેવરિયા, અકબરપુર અને આંબેડકર નગર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપની તરફેણમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા.



    અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો પણ કર્યો ઉલ્લેખ

    બીજેપી નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે સમાજવાદી પાર્ટી જ તોફાની છે અને આતંકવાદીઓને સમર્થન કરે છે. આ સાથે તેમણે કહ્યું કે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં ફાંસીની સજા પામેલા આઝમગઢના આતંકીના પિતા સમાજવાદી પાર્ટીના નેતા છે, પરંતુ અખિલેશ યાદવે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

    આ પણ વાંચો- UP Election 2022: હરદોઈમાં પીએમ મોદીએ કહ્યું- આ 'પરિવારવાદીઓ' હવે જાતિના નામે ઝેર ફેલાવી રહ્યા છે

    અખિલેશ ફ્લોપ ફિલ્મોના નિર્દેશક છે

    ચૌહાણે અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું કે તે ફ્લોપ ફિલ્મોના નિર્દેશક છે. એકવાર રાહુલ ગાંધી સાથે સમાધાન થયું. જનતાએ પાઠ ભણાવ્યો ત્યારે મિત્રતા તૂટી ગઈ. આ પછી તેણે બુઆજી સાથે મિત્રતા કરી અને તેને લાગ્યું કે કોઈ ચમત્કાર થશે, પરંતુ પરિણામ આવતાં જ બુઆ એવી રીતે દોડ્યા કે તેમણે બાબુઆ તરફ જોયું પણ નહીં. હવે અન્ય એક ભાગીદાર પકડી લીધો છે અને તેનું નામ જયંત ચૌધરી છે. આ બે છોકરાઓ, બંને ગઈકાલના છે. શિવારાજે એમ પણ કહ્યું કે જ્યાં અખિલેશના પગ પડે છે ત્યાં ભાગલા પડી જાય છે. ચૌહાણે કહ્યું કે સપાના લોકો માત્ર રામ ભક્તોના હત્યારા જ નથી પરંતુ અયોધ્યામાં આતંકવાદી હુમલાખોરોના સમર્થક પણ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, Shivraj singh chouhan, UP Elections 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन