અયોધ્યા: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા (Uttar Pradesh Assembly Election 2022) અયોધ્યામાં (Ayodhaya News) એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અહીં અયોધ્યામાં રેલ બ્રિજ પર સ્લીપર અને ટ્રેકને જોડતા નટ અને બોલ્ટ ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. આ રેલ બ્રિજ રાણોપાલી રેલ્વે ક્રોસિંગ અને બડી બુઆ રેલ્વે ક્રોસિંગ વચ્ચેના જાલપા નાળા પર બનાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, 2022ના ગણતંત્ર દિવસ (Republic Day 2022) પહેલા કોઈ મોટી ટ્રેન દુર્ઘટના (Train Accident) સર્જવાનું કોઈ આતંકવાદી કાવતરું હોઈ શકે છે.
આ અંગે રેલવેએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે જ સમયે, લખનૌ ડીઆરએમ પણ તેની તપાસ કરી રહ્યા છે. આ અંગે રેલવે તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ મામલામાં ડીઆરએમ સ્તરે તપાસ ગોઠવવામાં આવી છે, જે બાદ રેલવે અધિકારીઓએ સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તેમના કહેવા પ્રમાણે, તેમને શંકા છે કે, અહીં તોફાની તત્વો અથવા કોઈ મોટા આતંકવાદી ષડયંત્ર હેઠળ નટ બોલ્ટ ખોલવામાં આવ્યા હોય શકે. બીજી તરફ 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને રેલવે આ મામલાને ખૂબ જ સંવેદનશીલતાથી લઈ રહ્યું છે.
આ મામલામાં આરપીએફ અને એન્જિનિયરની સંયુક્ત ટીમે ડીઆરએમ ઓફિસને રિપોર્ટ સોંપ્યો છે. RPFએ જ અયોધ્યા કોતવાલી પોલીસને નટ બોલ્ટ ગાયબ થવાની જાણ કરી હતી. સાથે જ સંયુક્ત ટીમે રિપોર્ટમાં સાવચેતી રાખવાની સલાહ આપી છે.
નોંધનીય છે, થોડા દિવસ પહેલા વલસાડ અને અતુલ રેલ્વે સ્ટેશન વચ્ચે રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના થતા ટળી હતી. અતુલ રેલ્વે સ્ટેશન નજીક કોઈએ રેલ્વે ટ્રેક ઉપર સિમેન્ટનો પિલર મૂક્યો હતો. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી અને આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાઈ ગયો હતો. આ મામલે ટ્રેનના ડ્રાઇવરે તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. જો પિલર મજબૂત અને વજનદાર હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર