Home /News /national-international /

UP Election 2022: સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સહિત 12 લોકો પર ગેંગરેપનો કેસ

UP Election 2022: સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સહિત 12 લોકો પર ગેંગરેપનો કેસ

સપા ઉમેદવાર સહિત 12 લોકો સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

UP Election 2022: ઉત્તર પ્રદેશના ગોંડાની કર્નલગંજ વિધાનસભા (Assembly Constituency of Gonda, Uttar Pradesh) મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના ઉમેદવાર અને પૂર્વ મંત્રી યોગેશ પ્રતાપ સિંહ (Yogesh Pratap Singh) સહિત 12 લોકો વિરુદ્ધ એક મહિલા પર હુમલો અને બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    ઉત્તર પ્રદેશના ગોંડાની કર્નલગંજ વિધાનસભા (Assembly Constituency of Gonda, Uttar Pradesh) મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના ઉમેદવાર અને પૂર્વ મંત્રી યોગેશ પ્રતાપ સિંહ (Yogesh Pratap Singh) સહિત 12 લોકો વિરુદ્ધ એક મહિલા પર હુમલો અને બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. એટલું જ નહીં 12 લોકોમાં સપા ઉમેદવારના બે ભાઈઓનો પણ સમાવેશ થાય છે. ખરેખરમાં મહિલાએ ઘરમાં ઘૂસીને તેના પર મારપીટ અને બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

    પોલીસ સૂત્રોએ રવિવારે જણાવ્યું કે કોલનલગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામની રહેવાસી એક મહિલાએ શનિવારે રાત્રે આ કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે શનિવારે મોડી સાંજે મહિલા પોતાના ઘરે બેઠી હતી તે જ સમયે કર્નલગંજ વિધાનસભા સીટથી સપાના ઉમેદવાર યોગેશ પ્રતાપ સિંહ, તેના સગા ભાઈઓ ચંદ્રેશ પ્રતાપ સિંહ અને કામેશ પ્રતાપ સિંહ સાથે તેના ઘરે આવ્યા હતા. ત્યારબાદ મહિલાને માર માર્યો અને ટોળાને તોડફોડ કરવા ઉશ્કેર્યો હતા. તેણે કહ્યું કે વિરોધ કરવા પર તેઓએ પરિવારના સભ્યોને પણ માર માર્યો અને ઘાયલ કર્યા હતા.

    આ પણ વાંચો- VIDEO: યુક્રેનમાં રસ્તા પરથી પસાર થતા સાઈકલ સવાર પર આકાશમાંથી પડ્યો બોમ્બ, જુઓ ભયાનક દ્રશ્ય

    મત માટે થયું ઘર્ષણ

    ફરિયાદમાં મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે હુમલાખોરો કહેતા હતા કે ભાજપને મત આપવાથી તેમને મોંઘી કિંમત ચૂકવવી પડશે. તેણે કહ્યું કે હુમલાખોરોએ પણ ગોળીબાર કર્યો અને પ્રતિકાર કરવા પર તેઓ તેને બળજબરીથી ખેતરમાં લઈ ગયા અને તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી બાદ મોડી રાત્રે તમામ આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો- યુક્રેને રશિયા સામે ICJનો દરવાજો ખટખટાવ્યો, પુતિનના હુમલાને 'નરસંહાર' ગણાવ્યો

    પોલીસ અધિક્ષક સંતોષ કુમાર મિશ્રાએ જણાવ્યું કે આ મામલામાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને સપા ઉમેદવાર અને સમર્થકોના ઘર પર નજર રાખવા માટે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપના ઉમેદવારને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, Samajvadi Party, UP Elections, UP Elections 2022, Uttar Pardesh News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन